લાઠી,
લાઠી બાબરા વિસ્તારમાં શ્રી જનકભાઇ તળાવીયા ઘારાસભ્ય તરીકે ચુંટાઇ આવ્યા બાદ પોતાના વિસ્તારના વિકાસ કામો માટે સતત ચિંતા કરી રહયા છે અને બીજા વિસ્તારોની જેમ પોતાનો વિસ્તાર પણ વિકાસથી વંચીત ન રહે તેવા ઉમદા હેતુથી કામો કરી રહયા છે , રોડ રસ્તાના કામો હોય, પાણી માટેના કામો હોય, સિંચાઇને લગત કોઇ કામો હોય કે પછી પોતાના વિસ્તારના લોકોના કોઇ પ્રશ્નો હોય તો આ તમામ બાબતે લાઠી બાબરા દામનગર વિસ્તારના જાગૃત ઘારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા દ્રારા પોજેટીવ નિકાલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જનકભાઇ તળાવીયા ઘારાસભ્ય તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારોના અનેક કાચા રસ્તાને ડામર રોડ બનાવવા, તે રસ્તાઓમાં પુલ, બ્રિજ કે નાળાના કામો , સિંચાઇ માટે તળાવ ઉંડા કરવાના કામો, બંઘારા ઉંડા ઉતારવાના કામો, ચેકડેમો તળાવો રીપેરીંગ કરવાના કામો આવા અનેક કામો મંજુર કરાવવામાં આવ્યા છે તેમજ આરોગ્ય સેવા માટે પણ પોતાનો વિસ્તાર પાછળ ન રહે તેવા ઉમદા હેતુથી તાજેતર માં જ લાઠી ખાતે રૂા.55 કરોડની માતબાર રકમના ખર્ચે નવી સીવીલ હોસ્પીટલ મંજુર કરાવી લાવ્યા છે ત્યારે હાલ લાઠી દામનગર વિસ્તારના વિઘાર્થીઓને ઘોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે અમરેલી સુઘી જવું પડે છે જે બાબત ઘારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયાના ઘ્યાને આવતા જ તેમણે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલને પત્ર પાઠવી લાઠી તેમજ દામનગર ખાતે નવી સરકારી કોલેજ શરૂ કરવા માટે રજુઆત કરી છે.આ પત્રમાં ઘારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા એ જણાવવામાં આવ્યુ છે કે, અમરેલી જીલ્લાના લાઠી, દામનગર વિસ્તારના વિઘાર્થીઓને ઘોરણ-12 બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે અમરેલી જીલ્લા મથકે અપડાઉન અથવા અમદાવાદ જેવા મહાનગરોમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવું પડે નહી અને આ તમામ વિઘાર્થીઓને તાલુકા મથકે જ ઉચ્ચ શિક્ષજ્ઞણ મળી રહે તે હેતું થી લાઠી અને દામનગર ખાતે નવી સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ આગામી બજેટમાં નવી બાબત તરીકે સમાવેશ કરી મંજુર કરવા ખાસ અંગત ભલામણ ઘારાસભ્યશ્રી દ્રારા કરવામાં આવેલ છે. ઘારાસભ્યશ્રીની આ રજુઆતને વિસ્તારના સૌ લોકોએ આવકારી છે. તેમજ આગેવાનો તેમજ આ વિસ્તારના લોકો દ્વારા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.