અમરેલી,
સાવરકુંડલા શહેરમાં દબાણનાં મામલે વિધર્મી યુવકો દ્વારા આજે ભાજપનાં આગેવાન વેપારી અગ્રણી ઉપર હુમલો કરી સાવરકુંડલા શહેરમાં શાંતિ ડહોળવાનો હિંચકારો પ્રયાસ થતા સાવરકુંડલા રોષભેર સજ્જડ બંધ થઇ ગયું છે અને આ લુખ્ખાગીરી સામે આવેદન પત્ર પાઠવવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ તંત્રએ રેલીની મંજુરી ન આપી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અમરેલીથી આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ સાવરકુંડલા દોડી ગઇ છે. અને હાલમાં સાવરકુંડલામાં તંગ પરિસ્થિતિ વચ્ચે પોલીસ તંત્ર દ્વારા ચાંપતા પગલાઓ લેવાઇ રહ્યાં છે. સાવરકુંડલા શહેરમાં લોહાણા મહાજન વાડી પાસે પાર્કિંગનું કામ ચાલતું હતું, તેવા સમયે કોઈ વ્યક્તિઓ દ્વારા કેબિન મુકતા લોહાણા જ્ઞાતિના લોકો અટકાવવા પહોંચ્યા હતા, તેવા સમયે 3 અગ્રણીઓ વિદ્યર્મી ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં ઇજાગ્રસ્ત સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, શ્રી રામ જન્મોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશ માધવાણી, આર.એસ.એસ કાર્યકર તેજસ રાઠોડ સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હાલ ઇજાગ્રસ્ત લોકોને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હિન્દુ ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પણ હોસ્પિટલ દોડી ગયા છેસાવરકુંડલા શહેરમાં અંગત અદાવત અને નાવલીનાં દબાણ હટાવવાનાં પ્રશ્ર્ને થયેલ હુમલાનાં પગલે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સાવરકુંડલા બપોરે બંધનું એલાન અપાતા સાવરકુંડલા શહેરની બજાર ટપોટપ બંધ થઇ ગઇ હતી અને આગેવાનો, સંસ્થાઓ તેમજ ધાર્મિક ગૃપનાં પ્રતિનિધિઓએ મામલતદાર તેમજ પ્રાંત કચેરી એકત્રીત થઇ આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો પરંતુ પોલીસ તંત્રએ પરિસ્થિતિ વધ્ાુ વણસે નહીં તે માટે આ રેલીને મંજુરી ન આપતા તેમના પ્રતિનિધિઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.