અમરેલી,
અમરેલીમાં આરોપી પ્રિતીબેન પિનાકીનભાઇ શુકલ અને તેના પતિ વૈદ પિનાકીન મનહરલાલ શુકલ બન્ને રહેવાસી અમરેલીવાળાઓઓએ મેટરનીટી ડોકટર ન હોવા છતાં કોઇ મેડિકલ પ્રેકટિસ કરવાનું સક્ષમ પ્રમાણપત્ર ધરાવતા ન હોવા છતાં દવાખાનાની બહાર પ્રિતી મેટરનીટી હોમનું બોર્ડ લગાવી અજાણ ગરીબ માણસોને પોતે ગાયનેક ડોકટર હોવાની છેતારમણી જાહેરાત કરી પૈસા પડાવવાના સમાન ઇરાદે અનધિકૃત રીતે સગર્ભા મહિલાઓની ડિલેવરી કરાવી તથા તેઓ અધિકૃત ન હોવા છતાં એલોપેથિક દવાઓ આપી તથા વૈધ પિનાકીન પોતે બીએએમએસની ડિગ્રી ધરાવતા હોવા છતાં તેઓ જે એલોપેથિક દવાઓ આપવા અધિકૃત ન હોય તેવી દવાઓ પોતાના કિલનીકમાં એલોપેથિક દવાઓ રાખી દર્દીઓને આપી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી પોતે અધિકૃત ડોકટર ન હોય અને જો કોઇ સગર્ભા મહિલાની સારવાર કે ડિલેવરી કરાવે તો એવા સંજોગોમાં તેનું મૃત્યુ પણ નિપજી શકે તેવું જાણવા છતાં ઘણી મહિલાઓની ડિલેવરી કરાવેલ અને સગર્ભા મહિલા કાજલબેન મહેશભાઇ ડાભી રહે. બહારપરાની સારવાર કરી ઇજેકશન આપી કાજલબેન ડાભીનું મોત નિપજાવ્યા અંગે ગુનો દાખલ થતાં કોર્ટે આરોપી પ્રિતીબેન પિનાકીન શુકલ, વૈધ પિનાકીન મનહરલાલ શુકલ, રાકેશભાઇ રજનીકાંતભાઇ પંડયાને ત્રણ વર્ષની સજા અને રૂા.2 હજારનો દંડ ફટકારેલ છે જો દંડ ન ભરે તો વધ્ાુ 6 માસની સજાનો હુકમ કોર્ટે કરેલ છે.
અમરેલીમાં ગેરકાયદેસર મેટરનિટી હોમ ચલાવી પ્રસુતિમાં મહિલાનું મોત નિપજાવવાના ગુનામાં ત્રણ વર્ષની સજા
Published on