અમરેલી,
સંત,સુરા, જત, સતી અને અનેક ઐતિહાસિક વિરાસતોની જન્મદાત્રી એવી અલાબીડ અને શૌર્યવંતી ભુમી જેની આન બાન અને શાન ગાંડી ગીરમાં ડણકુ દેતાં સાવજ છે અને આપણાં રાષ્ટ્રની વિરાસત સમાન ગાંડી ગીર કાઠે વસેલ અને સૌ સનાતનીઓનાં આરાધ્ય દેવ માતાજી રાજ રાજેશ્વરી આઇ શ્રી ખોડીયાર માતાજીનાં બેસણા છે તેમજ વિશ્વ વંદનિય પૂજ્ય યોગીજી મહારાજની જન્મભૂમિ છે.તેવી ભાતીગળ ધરાનાં કાંઠે વસતાં ધારીની વિકાસ ઝંખતી જનતાનાં મનના દરેક સ્વપ્ન સાકાર કરવા જેણે પ્રણ લીધું હોય તેમ ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારમાથી પોતાનાં વિસ્તારનાં સર્વાગી વિકાસનાં અનેક વિકાસ લક્ષી નિર્ણયો લેવડાવનાર દરેક સમાજનાં રાહબર અને સૌનાં સુખ નાં સાથીદાર અને દુ:ખના ભાગીદાર અને સૌનાં રાહબર અને ધારી બગસરા ખાંભાનાં સ્વપ્નદ્રષ્ટા આદરણીય ધારાસભ્ય જે.વી.કાકડીયાનાં એક પછી એક સમગ્ર વિસ્તાર નાં કાયાકલ્પ કરવાનાં નિર્ણયોથી જનતાને ખરેખર સાચાં સુકાની મળ્યાંનો આત્મ સંતોષ થઈ રહ્યો છે ત્યારે ભારત વર્ષમાં જેનું આધ્યાત્મિક અને પર્યટન ક્ષેત્રે મહત્વનું સ્થાન છે તેવાં ગળધરા ખોડિયારનાં વિકાસ કર્યા બાદ આંબરડી સફારી પાર્કનો વિકાસ કર્યા બાદ મોરપીંછની કલગીમાં વધું એક મોરપીંછ ઉમેરાતા ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા એ ધારીને નગર પાલિકાનો દરજ્જો આપવાની ધારી શહેરની જનતાની રાત દિવસની લાગણી અને માંગણી સંતોષાતા યથાક પ્રયત્ન કરી ધારીને નગરપાલિકાનો દરજ્જો અપવાતા ધારીનો સર્વાંગી વિકાસ થશે અને ધંધા,રોજગાર, ખેતી અને પર્યટન સ્થળ સહિત દરેક ક્ષેત્રમાં ઉન્નતી કરતું ધારી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને હવે અનેક વિધ સવલતો મળશે અને ધારી હવે વિકાસની નવી ઉડાન ભરશે ત્યારે દેશના ગૌરવવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને ગુજરાતના ગતિશીલ વિકાસમાં વધુ ગતિ આપનાર અહર્નિશ સેવારત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે ધારી વાસીઓ અભિનંદન વર્ષા વરસાવી રહ્યા છે.તેવાજ ધારી બગસરા ખાંભા વિસ્તારના સેવારત ધારાસભ્ય અર્ધી રાતનો પ્રજાજનોનો હોંકારો પોતાનાં જન પ્રતિનિધિને આપેલ સમર્થન આપનાર જનતાનું ણ ચુકવવા રાત દિવસ એક કરનાર ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા પર પણ સમગ્ર વિસ્તારની દરેક જનતા અભિનંદનની વર્ષા કરી રહી છે.તેવી અખબારી યાદીમાં પૂર્વ સરપંચ અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષીની યાદી જણાવે છે.