રાજુલા,
રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોને મઢવામાં આવે તે બાબતે રસ્તાઓ બનાવવા માટે રાજુલા નગરપાલિકાને 996 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આગામી ટૂંક સમયમાં રાજુલા શહેરને મોટાભાગના રસ્તાઓને આરસીસી અને બ્લોક થી મઢવામાં આવશે. જાણવા વિગત મુજબ રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ બને તેમ જ શહેરની સુખાકારીમાં વધારો થાય તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ સહિતના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં રાજુલા નગરપાલિકામાં સંકલન કરી અને રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગુજરાત શહેરી વિકાસ મિશન સડક યોજના હેઠળ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ની રજૂઆત અન્વયે સ્પેશિયલ મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્પેશ્યલ ગ્રાન્ડ ફાળવી અને રૂપિયા 996 લાખ ફાળવવામાં આવ્યા હતા જેમાં રાજુલા શહેરમાં 120 નવા રોડ બનાવવામાં આવશે. આ રોડ માટે મંજૂરી મળતા અને મંજૂરી થતા હવે વહેલી તકે રાજુલા શહેરમાં બાકી રહેલા રસ્તાઓ બનાવવામાં આવે શહેરીજનો માંથી માંગણી ઉઠવા પામી છે