અમરેલી,
અમરેલી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય તરીકે કૌશિકભાઈ વેકરીયાએ સેવા-સંકલ્પ-સમર્પણના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા 03 દિવસમાં અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના મતવિસ્તારમાં 2.35 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. મતવિસ્તારના નાગરિકોની
સુખાકારી અને સુવિધા માટે દિવસરાત પ્રતિબદ્ધ એવા ઉર્જાવાન અને કર્તવ્યબદ્ધ ધારાસભ્ય કૌશિકભાઈએ મતવિસ્તાર ના વેણીવદર ખાતે રૂ 80 લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત માઇનોર બ્રિજ નું લોકાર્પણ કર્યું હતું. માર્ગ મકાનના કામોથી કનેક્ટિવિટીમાં વધારો થાય છે અને ગ્રામ્ય વિસ્તારનું પરિવહન વધુ સુદ્દઢ બને છે આ ઉદ્દેશ્ય સાથે નિર્મિત માઇનોર બ્રીજના લોકાર્પણ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ શ્રી માંગરોળીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જે બી દેસાઈ , તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી દિલીપભાઈ સાવલિયા , યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ ધાનાણી ,સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. તાજેતરમાં જ મત વિસ્તારના કમીગઢ ખાતે રૂ 1.25 કરોડના ખર્ચે તૈયાર થનાર કમીગઢ – કેરાળા રિસરફેસિંગ રોડ નું ખાતમુર્હૂત હતું. રિસરફેસીંગ માટે સ્થાનિક રજૂઆતોને પગલે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ આ માંગણીને યોગ્ય મંચ પર રજૂ કરી અને રિસરફેસીંગનું કામ મંજૂર કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી શંભુભાઈ માહિડા, અમરેલી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ ઉપપ્રમુખ પ્રતિનિધિ શ્રી ધીરુભાઈ વાળા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી કાળુભાઇ રામાણી, કેરાળા સરપંચ શ્રી હરેશભાઇ રાઠોડ, કમીગઢ સરપંચ શ્રી પંકજભાઈ ગોજારિયા સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થીત રહ્યાં હતા.”શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે” આ મૂળમંત્રને અનુલક્ષીને મતવિસ્તારના દરેક ગામમાં અને અમરેલી કુંકાવાવ તેમજ વડિયા નગરમાં શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને ઓરડાઓ બાંધવામાં આવી રહ્યા છે. શિક્ષણના ડિજિટલાઇઝેશન સ્વરૂપને વેગવંતુ બનાવવા માટે મતવિસ્તારમાં આવેલ શેડુભાર ખાતે અંદાજિત રૂ 30 લાખના ખર્ચે તૈયાર થનાર નવા કલાસરૂમનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, બાંધકામ સમિતિ ચેરમેન પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયત સમિતિના ચેરમેન શ્રી જે બી દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી દિલીપભાઈ સાવલિયા, સરપંચ શ્રી જે બી ગજેરા, શ્રી વિઠ્ઠલભાઈ ગજેરા સહિત શિક્ષકો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આમ સેવા સંકલ્પ અને સમર્પણ થકી બે વર્ષ દરમિયાન અમરેલીને કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી નાયબ મુખ્ય દંડક તરીકે અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ આરંભેલુ અભિયાન આગામી દિવસોમાં પણ આ જ ગતિથી આગળ વધતુ રહેશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.