અમરેલી,
અમરેલીનાં એસપીશ્રી સંજય ખરાતે અવધ ટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ માટે શોખીનો શરાબ પી કાયદાનો ભંગ ન કરે તે માટે પોલીસ દ્વારા કડક પગલાઓ લેવામાં આવશે. એસપી શ્રી ખરાતે જણાવ્યું હતું કે, આ માટે તમામ પોલીસ સ્ટેશનોને સુચના આપવામાં આવી છે અને દારૂ પી ઢીંગલી થયેલાઓને લોકઅપમાં ધકેલવા તથા દારૂનાં વેપારી અને પીનારા સામે કડક પગલા લેવા આદેશ અપાયો છે. અમરેલી જિલ્લાનાં હાઇવે ઉપર તમામ જગ્યાએ ચેકપોસ્ટ શરૂ કરાશે અને શરાબની પાર્ટીની જગ્યાઓ ઉપર વોચ રાખી હોટેલ સહિતનાં સ્થળોએ શરાબની પાર્ટી સામે કડક હાથે કામ લેવાશે તેમ અંતમાં એસપીશ્રી સંજય ખરાતે જણાવ્યું હતું.