અમરેલી,
ચિતલ રેલ્વે ફાટક નજીક વળાંક્રમાં નરેશભાઈ બાબુભાઈ લુહાર પોતાનું બાઈક જી.જે.14 બી.એચ.0653 લઈને અમરેલીથી ખંભાળા ગામે નોકરી ઉપર જતા હતા.ત્યારે ચિતલમાં રેલ્વે ફાટકના વળાંકમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી પોતાનું વાહન ચલાવીને બાઈક સાથે ભટકાવી નરેશભાઈને શરીરે નાની મોટી ઈજાઓ કરી મોત નિપજાવી નાસી ગયાની દેવશીભાઈ પુનાભાઈ લુહારે અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.