જુનાગઢ,
જુનાગઢ બી ડિવિઝન પોલિસ સ્ટેશનના પી.સી. સરવૈયાની રાહબરી હેઠળ જુનાગઢના રોહિતકુમાર મહેશભાઈ હરવાણીના મકાનમાંથી તા.13-12 ના કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં અપપ્રવેશ કરી સોનાના દાગીના રૂા.7,00,000 તથા રોકડ રૂા.30,000 મળી કુલ રૂા.7,30,000 ની ચોરીની ફરિયાદ થયેલ.આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની હયુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી.આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જુનાગઢના મીહિર ઉર્ફે મોહીત રાકેશભાઈ હરવાણી ઉતરપ્રદેશના મથુરા મુકામે હોવાનું જણાય આવતા પોલિસ સ્ટાફના માણસો પૈકી એક ટીમને ઉતર પ્રદેશ રાજયમાં રવાના કરી મુખ્ય આરોપીને મથુરા મુકામેથી પકડી પાડી ચોરીના ગુનામાં ગયેલ સોનાના દાગીનાઓ મુખ્ય આરોપીઓ પાસેથી મેળવી મુખ્ય આરોપીને આર્થિક મદદ આપનાર અન્ય બે આરોપીઓ હિતેશ ઉર્ફે લાલો રમણીકભાઈ બુમતારીયા તથા હર્ષ હેમેન્દ્રગદા રહે.જુનાગઢવાળાને આ ગુનાના કામે પકડી પાડી ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ સોનાના દાગીનાઓ પૈકી સોનાની પાંચ તોલાની બંગડી (બ્રેસલેટ) જોડ નંગ એક રૂા.2,50,710 નો મુદામાલ રીકવર કરી બાકીનો મુદામાલ રીકવર કરવા આરોપીઓને કોર્ટમાં રજુ રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.