Homeઅમરેલીઆજથી આરંભાતા ઈસુના નવા વરસમાંશેરબજારનો પવન તેજી તરફી રહેશે કે?

આજથી આરંભાતા ઈસુના નવા વરસમાંશેરબજારનો પવન તેજી તરફી રહેશે કે?

Published on

spot_img

આજથી ઈસુના નવા વરસનો આરંભ છે. ભારતીય બજારોમાં ધીમા સ્વરના તેજીના ડાબલા સંભળાઈ રહ્યા છે. થોડા સમય માટેનું આ ખુશનુમા છે. ઘણી પછડાટ બજારે ખાધી છે. પંરતુ મિડકેપના શેરમાં લોકો કમાયા છે. યુદ્ધ પ્રકરણ સળગતું રહેવાનું છે પણ એનો પરિતાપ હવે શેરબજારને લાગે એમ નથી. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ વારંવાર ફેરફાર કરીને છેવટે વૈશ્વિક અર્થતંત્રનો કુલ વિકાસ દર ક્યારેક ઘટાડે છે ને ક્યારેક વધારે છે. જો કે એક અંદાજ પ્રમાણે નવા વર્ષ 2025 માટે પણ બહુ સકારાત્મક હોવાની અર્થશાસ્ત્રીઓને આશા નથી.
પરંતુ ભારતનો વિકાસદર વિવિધ નાણાં સંસ્થાઓ દ્વારા હવે વારંવાર ઊંચો આંકવામાં આવે છે. એનો અર્થ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે હજુ તેજીને આવતા વાર લાગશે પણ ભારતમાં તેજીના પ્રવાહો શરૂ થઈ ગયા છે. અગાઉ પાછા જતા રહેલા વિદેશી નવા અઢળક ફંડ સાથે બજારમાં પાછા ફર્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય તેજી કે મંદીની આ પ્રકારની ધારણાઓ કાલ્પનિક નથી હોતી. એ એડવાન્સ ઈકોનોમિકસની પ્રણાલિકાથી વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર થાય છે.
દુનિયાના વિવિધ દેશોની પ્રજાને અત્યારે મંદીનો જે અનુભવ છે તે એક તો નાણાંભીડનો અને બીજો ઔદ્યોગિક સ્થગિતતાનો છે. પરંતુ એને કૃષિ ઉત્પાદનો તથા ગ્રાહકલક્ષી ઉત્પાદનો તો ચાલુ જ છે. એમાં અસર બે પ્રકારની છે કે એક તો લોકોની ખરીદશક્તિ ઘટતી જાય છે, એને કારણે ગ્રાહકલક્ષી વસ્તુઓનો ઉપાડ ઓછો થતો જાય છે. ભારતમાં મુખ્યત્વે પરંપરાગત ખેતી પ્રણાલિકા હોવાથી કૃષિ ઉત્પાદનમાં ચડતી-પડતી આવે છે, એને કારણે જ ખરેખર તો સરકારે એ વધુ ધ્યાન આપવું પડે છે. ટેકાનો ટેકો કરવો પડે છે. ગત વરસે વરસાદ સારો થયો હોવા છતાં એનાથી સરેરાશ કૃષિ ઉત્પાદનમાં બહુ મોટો ફેર પડ્યો નહિ. કારણ કે કોઈ પણ સારા ચોમાસા માટે એક જ શરત છે તે સમયસરનો અને પ્રમાણસર વરસાદ. આ ચોમાસામાં વારંવારનો અને અધિક વરસાદ હતો.
વરસાદ હજુ પણ હિમાલયના બદલાતા પવનો અને અરબી સમુદ્ર એમ બન્ને બાજુથી ડોકિયા કરે છે અને હવામાનશાસ્ત્રીઓ એ ઉલઝનમાં જ ગળાડૂબ છે. ભારતીય તુચક્રનો આ વરસનો પલટો એમને હજુ જંપવા દે એમ નથી. દુનિયાના ઘણા બધા દેશોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે સૌથી વધારે વિપદામાંથી તો ચીન પસાર થઈ રહ્યું પરંતુ તેની સરકાર પ્રચાર-પડઘમ નિષ્ણાત છે અને સામ્યવાદ હોવાને કારણે સરકાર નિકાસ અને સંરક્ષણ બે જ બાબતમાં ધ્યાન આપે છે.
ચીનના સર્વસામાન્ય શિક્ષણની હાલત આપણા કરતાં પણ ખરાબ છે પરંતુ અધૂરા ભણતરે બહુ ઝડપથી લોકો કામે લાગી જતાં હોવાને કારણે એની કુલ ઉત્પાદકતા અને કુલ રોજગારી ભારતની તુલનામાં ઘણી છે. એ કારણસર જ એની નબળી આર્થિક સ્થિતિ ઢંકાઈ જાય છે. અમેરિકા અને યુરોપમાં પંદર વર્ષે સંતાનો પોતાના આત્મવિશ્વાસથી અને આત્મગૌરવ જાળવવાના હેતુથી જોબ પર લાગી જાય છે. એને કોઈએ કહેવું પડતું નથી. ચીનમાં તો 15 વર્ષ પછી માતા-પિતાએ જ સંતાનોને ઘરમાંથી હાંકી કાઢવા પડે એવી પરિસ્થિતિ છે.
ઉપરાંત ચીનાઓ 15 થી 17 વર્ષ વચ્ચે કામે લાગતા નથી તેના પર સરકારની નજર પડે છે અને એવા લોકોને સરકાર કોઈ પણ મજૂરી કરવા માટે લઈ જાય છે. ત્યાં દરેક નાગરિકની કાર્યશક્તિ પર રાષ્ટ્રનો સંપૂર્ણ અધિકાર છે. સામ્યવાદ પણ માત્ર કહેવા ખાતરનો જ રહ્યો છે. માઓના નામે લગભગ રાજાશાહી જેવું શાસન છે. આપણે ત્યાં કેન્દ્રની એનડીએ સરકારે શરૂઆતમાં રાષ્ટ્રવાદના નામે પોતાના કેટલાક હેતુ સિદ્ધ કર્યા પરંતુ પછીથી પ્રજાને ખ્યાલ આવ્યો કે આ રાષ્ટ્રવાદ છેતરામણો છે. એટલે ભાજપે પોલીસી બદલી અને નમૂનારૂપ કામો હાથમાં લીધા. તો પણ ભાજપે સત્તાનું જે હદ બહારનું – આત્યંતિક કેન્દ્રીકરણ કર્યું અને વડાપ્રધાનના ટેબલ પર બધા નિર્ણયો અટકી રહ્યા એની રઘુરામ રાજન જેવા ભારતીય અર્થશાસ્ત્રીઓએ ઘોર નિંદા કરી છે.
એમનો કહેવાનો અર્થ છે કે દેશમાં સંખ્યાબંધ આર્થિક નિર્ણયો લટકી રહ્યા છે. નીતિ આયોગ પણ વડાપ્રધાનના ટેબલ સામે બેસે અને નાણામંત્રી પણ ત્યાં જ. રિઝર્વ બેન્કના ગવર્નર પણ વડાપ્રધાનના કાર્યાલયના પગથિયે જ મળે અને પછી ભવન વિશે તો શું કહેવાય ? કંઈક મર્યાદા તો રાખવી પડે ને ! સત્ય આખા દેશને નરી આંખે દેખાય છે અને એમાં જ તેજી-મંદીના કારણો પણ છે. દેશના આર્થિક વિકાસમાં કેન્દ્રને બદલે રાજ્યોની ભૂમિકા હવે વિશેષ મહત્ત્વની છે. દેશના આર્થિક એન્જિન કહેવાય એવા કુલ ગુજરાત સહિતના બાર રાજ્યો પર ભારતને બહાર લાવવાની જવાબદારી આપોઆપ આવે છે. ગયા એપ્રિલમાં અમેરિકા વિશે નાણાંભંડોળે જાહેર કરેલા અંદાજ કરતા અમેરિકા અત્યારે આગળ ચાલી રહ્યું છે અને બ્રાઝિલ જેવા થોડા દેશો સાવ તળિયે બેસી ગયા છે.

Latest articles

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...

ધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ધારી, ધારીના હીમખીમડી ગામેથી નવા બંદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી...

Latest News

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...