અમરેલી,
અમરેલી પોલિસ અધિક્ષક સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન મુજબ પોલિસ દ્વારા થર્ટી ફસ્ટના દિવસે જીલ્લાભરમાં નાકાબંધી કરી હતી.ડ્રિકસ એન્ડ ડ્રાઈવ દરમ્યાન જીલ્લાભરમાં જુદા જુદા સ્થળોએથી 21 વાહન ચાલકો સહિત 157 શખ્સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં પોલિસે ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.બાબરા, લીલીયા, જાફરાબાદ ટાઉન, ખાંભા, જાફરાબાદ મરીન, અમરેલીસીટી, રાજુલા, ચલાલા, સાવરકુંડલા ટાઉન, ધારી, નાગેશ્રી, ડુંગર, દામનગર, અમરેલી તાલુકા, સાવરકુંડલા રૂરલ, બગસરા, અમરેલી સીટી, રાજુલા, મરીન પીપાવાવ, વડિયા, વંડા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જયારે જીલ્લામાં પોલિસે જુદાજુદા 46 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી 13 મહિલાઓ સહિત 43 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં લાઠી, દામનગર, બાબરા, લીલીયા, અમરેલી રૂરલ, જાફરાબાદ ટાઉન, સાવરકુંડલા રૂરલ, ખાંભા, બગસરા, જાફરાબાદ મરીન, અમરેલી સીટી, સાવરકુંડલા ટાઉન, રાજુલા, ધારી, વડિયા, વંડા પોલિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમરેલી શહેરમાં થર્ટી ફસ્ટને લઇ અમરેલી એસ પી સંજય ખરાત એક્સન મોડમાં રહ્યાં હતાં. અમરેલીનાં એસ.પીશ્રી સંજય ખરાત દ્વારા જાતે જ નાઈટ પેટ્રોલિંગ કરાયું હતુ અને રાતભર મોનીટરીંગ કર્યુ હતું. અમરેલીના જુદા જુદા વિસ્તાર જેવા કે રાજકમલ ચોક સાવરકુંડલા બાયપાસ લાઠી રોડ બાયપાસ ચિતલ બાબરા જેવા જુદા જીદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું હતુ અને વાહન ચાલકો સહિતને ચેક કર્યા હતાં.