અમરેલી,
અમરેલી ફરજ બજાવી ચુકેલ અમરેલીનાં તત્કાલીન એસપી અને હાલ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નાયબ મહાનિર્દેષક શ્રી નિર્લિપ્ત રાયથી ગુજરાતભરનાં ગુનેગારો ફફડી રહ્યાં છે. સ્ટેટ મોનીટરીંગ સેલનાં શ્રી નિર્લિપ્ત રાયનું કે તેમની ટીમનું નામ પડે ત્યારે ગુજરાતનાં ગુનેગારો થરથર કાપે છે તેવી કામગીરી કરી 2024 ની સાલમાં એસએમસીએ એક વર્ષ દરમિયાન રાજ્યનાં પેધી ગયેલા લુખ્ખાઓનાં દાત ખાટા કરી નાખ્યાં છે.2024નાં જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીમાં પ્રમાણીક અને નિષ્ઠાવાન ડીજીપી શ્રી વિકાસ સહાયનાં માર્ગદર્શનમાં એસએમસીનાં નિર્લિપ્ત રાયની ટીમે ગુજરાતભરમાં પોતાના નેટવર્કને કામે લગાડી રૂપિયા 51,93,16,630 નો દારૂનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો જેમાં સૌથી વધ્ાુ મુદ્દામાલ ગાંધીનગર રેન્જમાંથી ઝડપાયો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં જુગારનાં દરોડાઓ પાડવામાં આવ્યાં હતાં.
જેમાં અમરેલી સહિત રાજ્યભરમાંથી રૂપિયા 3,63,04,286ની મત્તા કબ્જે કરી હતી. આટલું જ નહીં પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલે રાજ્યભરમાંથી દારૂ જુગારની બદીઓ સામે લડતા લડતા ગંભીર ગુનામાં ફરાર 92 અપરાધીઓને વીણી લીધા હતાં અને તેના ઠેકાણે પહોંચાડી દીધા હતાં તેમાં દિપક ઠક્કર ઉર્ફે ડીલક્સને તો પ્રત્યાર્પણના નિયમ હેઠળ છેક દુબઇથી ઉઠાવ્યો હતો. આ ઉપરાંત બે કેસમાં લુકઆઉટ સર્ક્યુલર અને બે કેસમાં રેડકોર્નર નોટીસ જારી કરી હતી.
ગમે તેવા ચમરબંધીને પણ ન મુકવા અને કાયદાથી પર કોઇ નથી તેનું ભાન કરાવનાર શ્રી નિર્લિપ્ત રાય દ્વારા ગુજરાતભરમાં અવિરત દુષણો સામે લડાઇ ચાલુ છે.