અમરેલી,
અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ આવતા પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. અને આરોપીઓની તપાસ દરમિયાન તે ચારેય વચ્ચેનાં કોમ્યુનીકેશન અને તેમના સેન્ડ થયેલા અને રીસીવ થયેલા મેસેજો ડીલીટ કરવામાં આવ્યાં હોવાનું ખુલ્યું હતું. તથા અન્ય સાયોગીક પુરાવાઓ પણ આરોપીઓ દ્વારા નાશ કરવામાં આવ્યાં છે. અને તપાસનાં કામે આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા ચારેયનાં રિમાન્ડ મળ્યાં હતાં અને રિમાન્ડ દરમિયાન ઝડતી પંચનામુ કરી અને પુરાવાઓ આરોપીઓએ ઓફિસમાં કઇ જગ્યાએ રાખેલ છે, દુકાનમાં કઇ જગ્યાએ રાખેલ છે તે તપાસનાં ભાગરૂપે પોલીસે ન્યાયનાં હિતમાં અગત્યનું હોય આરોપીને પોલીસ સ્થળ ઉપર લઇ ગઇ હતી અને કાયદાકીય પ્રક્રિયાનું પુરતુ પાલન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. સૌ વિડીયોમાં જોઇ શકે છે કે, આરોપીની કેવી રીતે ઉપસ્થિત છે. કાયદાની પ્રક્રિયા અને ન્યાયની પ્રક્રિયાનાં ભાગરૂપે પોલીસની કામગીરી હતી. આ બાબતમાં સોશ્યલ મિડીયામાં જે આક્ષેપો થઇ રહ્યાં છે તેમાં પોલીસ સહેમત નથી અને આરોપીઓને કોર્ટ હવાલે કરતા પોલીસે રજુ કરેલ પુરાવાઓ જોઇ કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરેલ છે.
પોલીસે કાયદાની પ્રક્રિયા પ્રયાણે કામ કર્યુ છે, વિડીયોમાં દેખાય છે કે આરોપી કેવી રીતે ઉપસ્થિત છે : એસપીશ્રી સંજય ખરાત
Published on