મહુવા,
શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય તેવી સ્થિતી મહુવામાં સર્જાઇ છે. જો બાળકોનું આરોગ્ય બગડી જાય તો જવાબદારી કોના શિરે? આવા અનેક સવાલો લોકોમાં ઉઠયા છે. પાલિકા ગંદકીનો સમયસર નિકાલ કરે છે પણ પરિસ્થિતિ જૈસે થે વૈસી હી જેવી થઇ જાય છે. આ પ્રશ્ર્નનો આનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે પાલિકા દ્વારા અથવા તો સત્તા ધિશો દ્વારા કડક વલણ અપનાવે તો ઉકેલ આવી શકે પણ અત્યારે તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ તે કેવો વિકાસ ? મહુવા એક સમયે સૌરાષ્ટ્ર નું કાશ્મીર ગણાતું આજે મહુવા ના નુર ઉડી જાય એવી ગંદકી નઝરે જોવા મળી રહી છે,હાલમાં શ્રી સ્વામિનારયણ મુખ્ય મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.શહેરમાં દેશ વિદેશ થી મહેમાનો આવી પહોચશે ત્યારે મહુવા ની છબી કેવી ખરડાશે એ જોવાનું રહ્યું.રાજકારણની રીત સદા ચલી આઈ જયાં મહોત્સવ કે મેળો હોય ત્યાં ચુના ચોપડ જેવી સ્વચ્છતા રાખવામાં આવે છે.લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.