Homeઅમરેલીબાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન...

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

Published on

spot_img

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની સીમાઓ વિસ્તારી હોય અને રાજકીય હસ્તક્ષેપ દ્વારા પોતાની પપેટ સરકાર ગોઠવી પણ હોય. આવી હીન પ્રવૃતિ ભારતે કરી નથી પરંતુ તો એમ જ કરીને ભારતને વધારાનો આઘાત આપ્યો છે. પડોશી દેશમાં તાજેતરમાં થયેલ સત્તા પરિવર્તન કંઈ સરળ લોકતાંત્રિક પ્રક્રિયાનું પરિણામ ન હતું. એટલે એ પછી થોડી અરાજકતા સર્જાય એ સ્વાભાવિક હતું. પરંતુ સત્તા પરિવર્તન સાથે શરૂ થયેલી હિંદુઓ અને અન્ય લઘુમતીઓ સામેની હિંસા વચગાળાની સરકારની રચના પછી પણ ચાલુ આ એક સંકેત હતો કે બાંગ્લાદેશનું નવું નેતૃત્વ કાં તો ઇસ્લામિક કટ્ટરપંથી તત્વોના પ્રભાવ હેઠળ છે અથવા તેમને કાબૂમાં રાખવામાં અસમર્થ છે. લાંબી સરહદ ધરાવતા આ પાડોશી દેશમાં આવી ઘટનાઓ સીધી ભારતને અસર કરે છે. તેથી, ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકારને વારંવાર લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
બાંગ્લાદેશની વચગાળાની કે જે છે તો અંતરિમ સરકાર પણ અંતિમ સરકાર હોય એવી છે, તેના દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવાના બદલે વધુ બગડવાની શક્યતાઓ છે. ખાસ કરીને બાંગ્લાદેશ જે રીતે પાકિસ્તાનની નજીક સરકી રહ્યું છે તે ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. બાંગ્લાદેશમાં કક્ષાએ અને લોકજીવનમાં પણ તેના જન્મદાતા ભારત પ્રત્યે ખિન્નતા રાખનારા પરિબળો છે તેની ભારતને હવે ખબર પડી છે અને આ ખબર બહુ જ મોડી પડી છે. મોકો હાથમાં આવતાવેંત પાકિસ્તાની જાસૂસોએ બાંગ્લાદેશની નાસમજ પ્રજા પર ભારત વિરોધી પ્રચારની માયાવી જાળ પાથરી દીધી છે. ભારતથી વિમુખ થઈને બાંગ્લા પ્રજા પોતે ડાળ પર બેઠી છે એ જ ડાળ કાપી રહી છે અને એનું તેઓનામાંથી કોઈને ભાન નથી.
પરંતુ ત્યાંની સરકાર નક્કર પગલાં લેવાને બદલે હિંસાની આ ઘટનાઓને નકારતી રહી છે. આ સાથે તેણે એવું વલણ અપનાવવાનું શરૂ કર્યું કે જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે. બાંગ્લાદેશની હાલની વચગાળાની સરકાર કે હિન્દુ વિરોધી ઘટનાઓથી રાજી છે એવું ચિત્ર ઉપસે છે. પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં લોકશાહીના રહ્યા સહ્યા અવશેષોનો પણ વિનાશ કરવામાં આવશે. બાંગ્લાદેશ આમ પણ ઘણા લાંબા સમયથી જોબલેસ કન્ટ્રી તરીકે ઓળખાય છે. પ્રજામાં શાસકો સામે વિદ્રોહ હતો જેને પાક જાસૂસોએ હિન્દુઓ સામેના વિરોધ રૂપે ટ્વિસ્ટ કરાવ્યો છે. એશિયા જાણે છે કે આ રીતે આગળ ધપવાની બાંગ્લા પ્રજાના હાલ શું થવાના છે. પરંતુ ખુદૂબાંગ્લાદેશના નવા નેતાઓ એમના દેશના ભવિષ્યનો વિચાર કરવા તૈયાર નથી.
આ વલણનું તાજેતરનું ઉદાહરણ બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ છે. બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિમાં રાજકીય પ્રત્યાર્પણનો કોઈ ઉલ્લેખ નથી, છતાં આ ટાંકીને તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતે આ અંગે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ પ્રશ્ન એ રહે છે કે શું બાંગ્લાદેશની વચગાળાની સરકાર જાણી જોઈને કે અજાણતા તે લોકોના એજન્ડાને આગળ ધપાવી રહી છે જેઓ આ માંગ દ્વારા તેને અસ્વસ્થ સ્થિતિમાં મુકવા ઈચ્છે છે. જાણે આ બધું ન હોય, બાંગ્લાદેશની સરકારે આશ્ચર્યજનક ઝડપે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાનું શરૂ કર્યું છે.
જો કે કોઈ પણ દેશ અન્ય કોઈ દેશ સાથે પોતાના સંબંધો સુધારે તો તેમાં કંઈ વાંધાજનક નથી, પરંતુ બાંગ્લાદેશ સરકારના મુખ્ય આર્કિટેક્ટ મોહમ્મદ યુનુસે જે રીતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાતમાં 1971ના મુદ્દાઓને ઉકેલવાની વાત હતી તે તેમના બદ ઈરાદાઓ વ્યકત કરે છે. પાકિસ્તાન આર્મી દ્વારા બાંગ્લાદેશની સેના સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ ગઈ છે અને પાકિસ્તાની જહાજો અને પાકિસ્તાની નાગરિકોને કોઈપણ તપાસ વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, આ સામાન્ય વાત નથી. અગાઉ એવું જોવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંએ બાંગ્લાદેશ ભારતમાં આતંકવાદ અને ઉગ્રવાદ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તે ફરીથી આવા પ્રયાસો કરી શકે છે. આવી સ્થિતિમાં ભારતે બાંગ્લાદેશ સરહદ પર તકેદારી વધારવી પડશે.

Latest articles

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...

ધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ધારી, ધારીના હીમખીમડી ગામેથી નવા બંદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી...

Latest News

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...