અમરેલી,
અમરેલીના વિઠલપુર ગામની પાટીદાર સમાજની નિર્દોષ દિકરીના પ્રકરણમાં જવાબદાર પોલીસ અધિકારીઓને તાત્કાલીક સસ્પેન્ડ કરવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરીએ અમરેલી એસપીને પત્ર પાઠવી રજુઆત કરી જણાવ્યુ છે કે નિર્દોષ દિકરીને ખોટી રીતે ફસાવવામાં આવેલ હતી તેનો ટાઇપીસ્ટ તરીકેનો રોલ હતો છતા પણ સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી દીધી તે અનુસંધાને વિઠલપુર ગામે દિકરીના ઘરે જઇને રાત્રે 12 વાગ્યા પછી ભરનિંદ્રામાંથી જગાડીને ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવેલ હતા કોઇ મહિલાની રાત્રે ધરપકડ કરી શકાતી નથી છતા પોલીસે કાયદા વિરૂધ્ધ જઇને ધરપકડ કરી હતી અને દિકરીનું જાહેરમાં સરઘસ કાઢીને આબરૂ ઉછાળવાનું કામ કર્યુ હતુ.રિમાન્ડ માંગીને દિકરીને પટાથી માર મારવામાં આવ્યો હતો. તેથી આ પ્રકરણમાં જવાબદાર પોલીસ અધિકારીઓ અને અન્ય પોલીસ સ્ટાફને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા એસપીને રજુઆત કર્યાનું શ્રી મનિષ ભંડેરીએ જણાવ્યુ છે.