ચાંચ બંદરે પુર રક્ષણ દિવાલનાં નબળા કામને અટકાવાયા બાદ નિયમ પ્રમાણે કામ શરૂ થયું

ચાંચ બંદરે પુર રક્ષણ દિવાલનાં નબળા કામને અટકાવાયા બાદ નિયમ પ્રમાણે કામ શરૂ થયું

રાજુલા,
રાજુલા તાલુકાના ચાંચ બંદર કામે 20 દિવસ પહેલા અહીં પુર રક્ષક દિવાલ નું કામ શરૂ થતા સમગ્ર ગામમાં ભારે વિરોધ થયો હતો કારણકે એસ્ટીમેન્ટમાં રેતી અને કાંકરે સ્પષ્ટ લખેલા હતા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતીના બદલે દરિયાઈ ભૂકી ધૂળ ભેળવવા માટે કાંકરી પાસે સ્ટોક કર્યો હતો. જે અંગેની રજૂઆત ગામના માજી સરપંચે ફોટા સહિત અખબારી અહેવાલમાં આપી હતી આ એહવાલ પ્રસિદ્ધિ આ બાદ બીજા દિવસે દરિયા નો ધૂળ જેવી સફેદ રેતી નો ઢગલો હટાવી અને ઓરીજનલ કાળી રેતી નાખવામાં આવી હતી. આમ અખબારી અહેવાલ બાદ ભ્રષ્ટાચાર થતો અટકી ગયો હોવાનું ગામના માજી સરપંચ કાનજીભાઈએ આભાર માન્યો