Homeઅમરેલીગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની...

ગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસ

Published on

spot_img

અમરેલી,
પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ગૌતમ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સોશ્યલ મિડીયા સબંધીત તેમજ ફાઇનાન્શીયલ ફ્રોડ ગુનાઓનાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરિણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા ના.સો.અધિ. અમરેલી વિભાગનાં ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ અમરેલી સાયબર ક્રાઇમ પીઆઇ વી.એમ.કોલાદરા દ્વારા જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ મુજબનો ગુનો નોંધવામાં આવેલ.આ બનાવની વિગત એવી છે કે, આ ગુનાનાં આરોપી વેરોનીકા એન્ડ્રો અનીકા લથબો ઉ.વ.27 હાલ રહે.જી.1409 વર્ધમાન ગ્રીન કોર્ટસ સેક્ટર-90 ગુરૂગ્રામ હરિયાણા મુળ રે.મેમ્બાઇસે , ઓબોવો, આઇએમઓ સ્ટેટ નાઇજીરીયા વાળાએ સાવરકુંડલાનાં ફરિયાદી સાથે અવાર નવાર મેસેજમાં વાતો કરી ફરિયાદીને વિશ્ર્વાસમાં લઇ મોટી રકમની ગીફ્ટની લાલચ આપી આ ગીફ્ટ દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે. તેમ ફરિયાદીને અવાર નવાર ફોન તથા ટેક્સ મેસેજ કરી તેમજ ફરિયાદીને કુરીયર કંપનીનાંઓએ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેક્સ તેમજ કસ્ટર ડ્યુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફ્ટનું પાર્સલ છોડાવવા માટે ફરિયાદીને એસબીઆઇ એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂા.14,09,000 બદદાનતથી મેળવી ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કરી તેમજ વિશ્ર્વાસઘાત તેમજ ઠગાઇ કરી ગુનો કરેલ. આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનામાં ઉપયોગમાં લીધ્ોલ અલગ અલગ મોબાઇલ નંબર તથા જુદા જુદા બેન્ક એકાઉન્ટની વિગત તથા સોશ્યલ મિડીયાનાં જુદા જુદા એકાઉન્ટની વિગતો ચોકસાઇ પુર્વક ટેકનીકલ સર્વેલન્સ તથા એનાલીસીસ આધારે આરોપી નાઇજીરીયન મહિલાને ગુરગ્રામ હરિયાણા ખાતેથી તા.29-5નાં સાયબર ક્રાઇમનાં પીઆઇ વી.એમ.કાલોદરા, પીએસઆઇ કે.એમ.પરમાર, એએસ આઇ હેતલબેન, હે.કોન્સ. આસીફ ભાઇ, પો.કોન્સ.પૃથ્વીરાજસિંહ, અક્ષય ભાઇ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

Latest articles

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

અમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

અમરેલી, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ...

Latest News