Homeઅમરેલીઅમરેલી જિલ્લા પોલીસનાં 24 કલાકમાં દારૂનાં 78 દરોડા

અમરેલી જિલ્લા પોલીસનાં 24 કલાકમાં દારૂનાં 78 દરોડા

Published on

spot_img

અમરેલી,
અમરેલી જિલ્લામાં રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવા અપાયેલ સુચનાને અનુસંધાને અમરેલી એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લા પોલીસે ઠેર ઠેર દેશી વિદેશી દારૂ અને દારૂના ભઠા સહિતના દુષણો દુર કરવા માટે 24 કલાકમાં સંખ્યાબંધ દરોડા પાડી 78 સ્થળોએથી દારૂબંધીના ભંગ થતા હોવાનું શોધી 66 શખ્સોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.વંડા પોલીસે અને અમરેલીની એલસીબી ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે ભાવનગરના રબારીકા ગામેથી દારૂ ભરેલ ટેન્કર પકડી રૂા.52 લાખનો મુદામાલકબ્જે લીધો હતો. આ બનાવ અંગે મળેલી વિગતો અનુસાર વંડાના પીએસઆઇ પી.ડી. ગોહિલ અને અમરેલી એલસીબી ટીમ દ્વારા ભાવનગરના રબારીકા ગામે ઇંગ્લીશ દારૂ ઉતરાવાનો હોવાની બાતમી મળતાં પેટ્રોલીંગ દરમિયાન ટેન્કર પસાર થતાં તેના ચિલા મળી આવતાં તે તરફ તપાસ કરતાં ત્યાં ટેન્કર અને ગોડાઉન મળી આવેલ ઉપરોકત ગુનો જેસરની હદ જંગલ વિસ્તારમાં હોય ત્યાંથી 618 પેટી જુદી જુદી બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂ 31 લાખનો તેમજ ટેન્કર રૂા.21 લાખનું મળીકુલ રૂા.52 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. જયારે રેઇડ દરમિયાન ટેન્કર ચાલક સહિતના આરોપીઓ ફરાર થઇ ગયેલ હતાં. પોલીસે દારૂ અને ટેન્કર સાથેનો મુદામાલ જેસર પોલીસને સોંપતાં જેસરના પીએસઆઇશ્રી મુછાળા આ બનાવની વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.
બીજી તરફ અમરેલી જિલ્લા પોલીસે વિદેશી દારૂના 2, દેશી દારૂના વેચાણ કરતા 52, દારૂ માટેના આથા સાથે 2, દારૂનું ઉત્પાદન થતી હોય તેવી 5 ભઠીઓ, દારૂ પી ને વાહન ચલાવતા 3 અને દારૂ પીધ્ોલા 14 શખ્સોને મળી કુલ 66 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. દેશી દારૂમાં રૂા.12813 અને રબારીકાથી રૂા.51 લાખનો મુદામાલ પકડી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ધારા અને નવા અમલમાં આવેલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ડીએનએનએસ 2023 મુજબ કાર્યવાહી કરવામાં આવી

Latest articles

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...

સહકા2ીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા શ્રી સંઘાણી

અમરેલી, દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકા2 ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા વિસ્તા2ના વિકાસમા...

Latest News

01-09-2024

જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા

આજરોજ ધારી તાલુકાના જીરા ગામે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વહિન્દુ પરીષદના અધ્યક્ષશ્રી પ્રવિણભાઈ તોગડીયા પધારતા તે દરમ્યાન...

હિમાચલની કોંગ્રેસ સરકારે દીકરીઓની લગ્નવય એકવીસની ઠરાવી એને ઈતર રાજ્યો અનુસરશે?

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં ના કરી...