અમરેલી,
અમરેલી જીલ્લાના ઈશ્વરીયા ગામના 45 વર્ષીય દર્દી મનીષાબેન વજુભાઈ વામજા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી પેટમાં અસહ્ય દુ:ખાવો થતા ગાયનેક વિભાગમાં બતાવવા આવેલ હતા. જેની તપાસ કરી ડોક્ટરે સોનોગ્રાફીની સલાહ આપતા સોનોગ્રાફી તપાસમાં મનીષાબેન ને 18ટ15 ભસ ની ગર્ભાશયની ગાંઠો હોવાનું જણાતા ડો.રિધ્ધીબેન મહેતા દ્રારા યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડતા તેઓ ઓપરેશન માટે દાખલ થયેલા હતા હોસ્પિટલના ગાયનેક વિભાગના ડો.રિધ્ધીબેન મહેતા તથા ડો.સંજય સોલંકી અને ડો.રવી પરમાર તથા તેમની ટીમ દ્રારા તેમનું સફળ ઓપરેશન કરીને- 2 કિલોની ગર્ભાશયની ગાંઠ દુર કરવામાં આવેલ અને જરૂરી સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાં થી રજા કરવામાં આવેલ હતી.દર્દી તથા તેમના પરિવારજનો એ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે વિનામૂલ્યે મળેલ ઉત્તમ સારવાર બદલ ગજેરા ટ્રસ્ટ ના શ્રી વસંતભાઈ ગજેરા તથા ડો.રિધ્ધીબેન મહેતા તથા સ્ટાફનો આભર વ્યક્ત કર્યો