પ્લેસમેન્ટની સીઝનના ડે ઝીરોના રોજ મારવાડી યુનિવર્સિટીના 100 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું

પ્લેસમેન્ટની સીઝનના ડે ઝીરોના રોજ મારવાડી યુનિવર્સિટીના 100 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું

અમદાવાદ,

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટની સીઝન શરૂ થઈ છે, ત્યારે તેના ડે ઝીરોએ સંસ્થાના 100 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઈ ગયું છે. એન્જિનીયરિંગની વિવિધ શાખાઓમાંથી પ્લેસમેન્ટના રાઉન્ડ માટે ઉપસ્થિત રહેનારા 400 વિદ્યાર્થીઓમાંથી 100નું પ્લેસમેન્ટ થઈ ગયું હતું. અમદાવાદમાં આવેલી ટોચની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ પ્રકારની અદભૂત સિદ્ધિ ભાગ્યે જ જોવા મળતી હોય છે.આરટી કેમ્પ, ફિનટેક ગ્લોબલ, ટીએસએસ અને સિમફોર્મ સહિતની 22 જાણીતી કંપનીઓએ પ્લેસમેન્ટ સીઝનના ડે ઝીરોના રોજ કેમ્પસ પ્લેસમેન્ટના ઇન્ટરવ્યૂ હાથ ધર્યા હતા. યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) અને આઇટી-અનેબલ્ડ સર્વિસિઝ (આઇટીઇએસ), ફિનટેક, ગેમિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોના ટોચના રીક્રૂટરોએ ભાગ લીધો હતો. કમ્પ્યૂટર એન્જિનીયરિંગ, આઇટી, એમસીએ અને આઇસીટીના મહત્તમ વિદ્યાર્થીઓએ નોકરીની આકર્ષક ફરો મેળવી હતી, જે રોજગારીના પરિદ્રશ્યમાં આ ક્ષેત્રોની ઘણી ઊંચી માંગ હોવાનું સૂચવે છે.મારવાડી યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓ દેવ મહેતા, સિદ્ધાંત સિંહ અને મુસ્તફા ભારમલે વાર્ષિક રૂ. 18 લાખનું મહત્તમ પેકેજ પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓએ હાંસલ કરેલી આ નોંધપાત્ર સિદ્ધિ માટે યુનિવર્સિટી ખૂબ જ ગર્વ અનુભવી રહી છે, જે અમારા વિદ્યાર્થીઓ તેમજ સર્વોચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવા પ્રત્યેની ફેકલ્ટીના સભ્યોના સમર્પણનો પુરાવો છે.મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટીના સભ્યો તથા ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગ વારંવાર એપ્ટિટ્યૂડ, કોડિંગ અને મોક ઇન્ટરવ્યૂ પર કેન્દ્રીત વિશેષ તાલીમ વર્ગો હાથ ધરે છે, જે પ્લેસમેન્ટની સ્પર્ધાત્મક પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું એક અભિન્ન અંગ છે. આ પ્રકારની વિવિધ પહેલે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટેના આવશ્યક કૌશલ્યો અને આત્મવિશ્વાસ હાંસલ કરવામાં ઘણી મદદ કરી છે.મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી શ્રી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, “મારવાડી યુનિવર્સિટીએ ઉદ્યોગોની સાથે યોગ્ય સહકાર સાધીને હંમેશા સક્રિય અભિગમ અપનાવ્યો છે. તેની સાથે-સાથે યુનિવર્સિટીએ વ્યાપક તાલીમ આપવા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જે એક વિનિંગ ફોર્મ્યુલા સાબિત થયો છે. ડે ઝીરો પ્લેસમેન્ટની સફળતા એ વિદ્યાર્થીઓના વિકાસ પ્રત્યેની યુનિવર્સિટીની કટિબદ્ધતા અને ઉદ્યોગોની જરૂરિયાતો સાથેની તેની સુસંગતતાનો પુરાવો છે. ભવિષ્યમાં પોતાના વિદ્યાર્થીઓ માટે વધુને વધુ તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યની સાથે યુનિવર્સિટી આ સફળ ઉપક્રમને આગળ વધારી રહી છે.’વધુ માહિતી માટે કૃપા કરીને 6359701902 પર શ્રી હર્ષલ મિસ્ત્રીનો સંપર્ક કરો.