વડિયા,
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા ની ભાગોળે આવેલા બરવાળા બાવળના વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ બરવાળા બાવળ ગામે આવેલી તેમની વાડી માંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી બે ભેંસો ચોરી કરી લઇ ગયેલા હોય આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે તારીખ 06/07/24 ના રોજ ફરિયાદ નોંધી તેમની તપાસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શરુ કરી હતી ટેકનિકલ સોર્સ ના આધારે ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી જેશખ્સો માં (1) પરેશ વિઠ્ઠલભાઈ પાનસુરીયા રાહે બરવાળા બાવળ (2) સાગર ચુનીલાલ ગોહેલ રાહે ચાંપરાજપૂર તા. જેતપુર (3) અરવિંદ દેવશીભાઇ મકવાણા (ટોળીયા ) રાહે ભોજધાર, જેતપુર તેઓએ ચોરી કર્યાનો ગુનો કબૂલ કર્યો હતો. કબૂલાત ના આધારે આ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મુદામાલ બે ભેંસોનુ ક્યાં વેચાણ કરેલ છે તેની તપાસ કરતા બંને ભેંસો માંથી એક ભેંસ ચોટીલા પાસેના એરિયામાં વેચાણ કરેલ હોય જયારે બીજી ભેંસ ખંભાત પાસેના એરિયા માં વેચાણ કરેલ હોય તેને પરત લાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાંથી ખાતે વેચાયેલી ભેંસ ચોરાયા બાદ વિહાતા તેને પારૂ સાથે વડિયા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવી હતી ત્યારે વડિયા પોલીસ સ્ટેશન માં માં મુદ્દામાલ તરીકે ભેંસ અને તેના પારૂ ચારા અને પાણી ની સુવિધાઓ સાથે બાંધેલા જોવા મળ્યા હતા.બીજી ભેંસ ને પણ ખંભાત થી પરત લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી તે ભેંસ પણ ટૂંકાગાળા માં વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવનાર છે.પોલીસની આ કામગીરી માં વડિયા પીએસઆઇ ગળચર ના માર્ગદર્શન નીચે વડિયા પોલીસ માં અશોકસિંહ કાછેલા, અભેસિંહ મોરી અને આંબાલાલ વરુ એ સમગ્ર કેસ ઉકલ્યો હતો.વડિયા પોલીસની આ સરાહનીય કામગીરી થી ખેડૂતોના મહેનતની કમાણીથી લીધેલા કિંમતી પશુઓ પરત શોધી લાવતા માં ખુશી વ્યાપી હતી. જોકે આ વિસ્તાર માં સક્રિય બનેલી આ ચોર ડોળકી પર કડક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવવા પણ લોક માંગણી જોવા મળી રહી