રાજુલા,
સરકારના નિર્ભયા પ્રોજેક અંતર્ગત સીસીટીવી કેમેરા રાજુલા શહેરની સુરક્ષા માટે નાખવા આવી રહ્યા છે તે પ્રોજેક્ટના કોન્ટ્રાકટરો દ્વારા ગેટ ઉભા કરવા માટે રોડ કાઠેજ મસમોટા ખુલ્લા ખાડાઓ કરવામાં આવી રહ્યા છે રાજુલા શહેરના ભેરાઇ રોડ ઉપર ખુલ્લા ખાડામાં અતુલ રીક્ષા પલ્ટી મારી જતા ડ્રાયવરનો આબાદ થયો હતો સ્થાનિક લોકો બચાવવા માટે દોડ્યા હતા જોકે આ ખુલ્લા ખાડામાં સેફટી માટે કોઈ સાધનો બેરીકેટ લગાવતા ન હોવાને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો રાહદારીઓ વાહન ચાલકો કરી રહ્યા છે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ જોવા મળતા સ્થાનિક લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે ઉચ્ચ કક્ષાએથી મોનિટરિંગના આડેધડ કામગીરી શરૂ કરતા આજે અકસ્માત સર્જાયો
રાજુલાના ભેરાઇ રોડ ઉપર નિર્ભયા પ્રોજેક્ટનાં ખુલ્લા ખાડામાં રીક્ષા પલ્ટી મારતા ડ્રાયવરનો બચાવ
Published on