અમરેલી,
બાબરા તાલુકાના થોરખાણ ગામની જનતા સ્કુલની બસ ગરણી, રાણપર અને નડાળામાં સ્કુલના બાળકોને લેવા ગયેલ હતી. અને બસમાં 22 થી 25 વિદ્યાર્થીઓ હતાં. જેને લઇને સ્કુલ બસ નિકળતાં બાબરાના રણપર ગામે પહોંચતાં બસમાં ફાયર એલાર્મ વગડતાં બસના ડ્રાઇવરે સતર્કતા દાખવી પોતે બસમાંથી ઉતરી બસનો દરવાજો ખોલી બસમાં બેઠેલા 22 થી 25 બાળકોને ઇમરજન્સી નિચે ઉતારી દેતાં બાદમાં બસમાં આગ લાગતા આખી ભસ્મી ભુત બની ગઇ હતી. અને સદનસીબે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ અને ડ્રાઇવરનો સતર્કતા દાખવતાં બચાવ થયો હતો. આ બનાવ અંગે બાબરા પોલીસ તપાસ ચલાવી રહી છે.