અમરેલી,
અમરેલીમાં વર્ષો પહેલા જિલ્લા પંચાયત અંડરમાં જયુબેલી ધર્મશાળા બની હતી તે ધર્મશાળા સાવ જર્જરીત બની ગયેલ છે. અને ગમે ત્યારે કાટમાળ નીચે પડે તો બજારને કારણે કોઇ નિર્દોષ રાહદારીઓ કે વેપારીઓ ભોગ ન બને તે માટે ડિઝાસ્ટર વિભાગના સર્વે બાદ અમરેલીના કલેકટરશ્રી અજય દહિયા તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડયાએ આ બિલ્ડીંગનો ઉપયોગ ન થાય તે માટે બેરિકેટ કરવા નિર્ણય કરતાં ગઇ કાલે જિલ્લા પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહી કર્યાની જાણ વેપારીઓને થતાં આજે જયુબેલીના દુકાન ધારકોનું પ્રતિનિધિ મંડળ ડીડીઓને રજુઆત કરવા ગયું હતું. આ અંગે ડીડીઓએ પણ જણાવ્યું હતું કે કોઇ આકસ્મીક ઘટના ન બને તે માટે આ બિલ્ડીંગનો ઉપયોગ નહીં કરવા માટે માત્ર બંધ કરવામાં આવે છે. જયુબેલીની દુકાનો સહિતના પ્રશ્ર્ને આગામી દિવસોમાં વેપારીઓની બેઠક બોલાવી શું કરવું તે અંગે સાથે બેસી નિર્ણય કરીશું તેમ જણાવતાં બિલ્ડીંગ બેરિકેટ થાય તે માટે વેપારીઓએ પણ મૌખીક સહમતિ આપી