લાઠી,
રખડતાં પશુઓ નિર્દોષ વ્યક્તિઓના ભોગ લેતાં હોવાની અનેક ઘટનાઓ ઘટતી હોવા છતાં તંત્ર નિંદ્રાધીન હોવાની પ્રતીતિ વચ્ચે લાઠીગામનો 19 વર્ષનો માલધારી યુવકની બાઇક સાથે પશુ અથડાઈ બાઇક સવાર યુવાન અને પશુ બંનેના મોતની ઘટના સામે આવી છે લાઠી હિતેશ જગદીશભાઇ મેર નામનો યુવાન લાઠી અમરેલી માર્ગ પર બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ગાય રસ્તામાં આડી ઉતરતા બાઇક અને પશુ વચ્ચે અકસ્માતની ઘટના ઘટતા માલધારી યુવાન હિતેશ મેર નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું પશુ પણ મોતને ભેટ્યું હોવાની માહિતીઓ મળી રહી છે ત્યારે 19 વર્ષનો નવયુવાનનો પશુ સાથે અકસ્માતે મોત થવાની ઘટનાથી માલધારી પરિવાર પર વજ્રઘાત સાબિત થયેલો હતો ને રખડતાં પશુને કારણે નિર્દોષ નવયુવાનને જીવ ખોવાનો વારો આવ્યો