ડેડાણ,
હાલ હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે ત્યારે ડેડાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાય છે તો ખરા પણ ત્યાં બબ્બે મેડિકલ ઓફિસરો હોવા છતાં એક પણ હાજર રહેતા ન હોય અને ના છૂટકે આવતા દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડે છે હાલશરદી ઉધરસ અને તાવ ના દર્દીઓ વધુ પડતા આવતા હોય છે ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો હાજર ન હોય અને દર્દીઓ દ્વારા ડોક્ટર અંગે પૂછવામાં આવે તો ત્યાં હાજર સ્ટાફ દ્વારા યેન્કેન પ્રકારના જવાબો આપવામાં આવે છે તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ઉપરી અધિકારી ને ટેલીફોનિક જાણ કરતા તેઓ દ્વારા પણ મિટિંગમાં છું તેઓ જવાબ આપી ફોન કાપી નાખવામાં છે અને સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરેલ અને આવા બેદરકારી અધિકારીઓને કારણે સામાન્ય લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચતો ન હોય જેથી સરકાર દ્વારા આવા ગેરહાજર રહેતા અધિકારી સામે કડક પગલાં ભરવા લોક માં ઉઠી