Homeઅમરેલીચલાલાનાં હોમગાર્ડની હત્યામાં બે ને અંતિમ શ્ર્વાસ સુધી કેદ

ચલાલાનાં હોમગાર્ડની હત્યામાં બે ને અંતિમ શ્ર્વાસ સુધી કેદ

Published on

spot_img

અમરેલી,
2021ની સાલમાં ચલાલાનાં ધારી રોડ ઉપર પોતાની પત્નિ સાથે મૈત્રી કરાર કરનાર હોમગાર્ડ જવાનને પતાવી દેવા માટે પોતાનાં સાળાનાં દિકરા સાથે મળી કાવતરૂ ઘડી હોમગાર્ડ જવાનની બાઇક ઉપર કાર ચડાવી તેની હત્યા કરી અને બનાવને અકસ્માતમાં ખપાવવાની કોશીશ કરનાર બંનેને ધારીની ત્રીજી એડીશ્નલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધીની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે.આ કેસની વિગત એવા પ્રકારની છે કે, ગત તા.9-4-2021 નાં રોજ સાંજે 7 થી 7:30 વાગ્યા વચ્ચે ચલાલાથી ધારી રોડ ઉપર માહી ડેરી યુનીટ પાસે હોમગાર્ડ જવાન કેતનભાઇ કાંતિભાઇ કાકડીયાએ પ્રવિણ ગોબરભાઇ રાઠોડ નામના હીરાઘસુની પત્નિ સાથે મૈત્રી કરાર કર્યો હોય જેથી કેતનને પતાવી દેવા માટે પ્રવિણ અને તેના સાળાનાં દિકરા ઘનશ્યામ વિરજીભાઇ સોલંકી રે.બંને દાનેવ સોસાયટીએ કાવતરૂ ઘડી કેતનનાં મિત્ર અને આખી ઘટનાનાં આઇ વીટનેસ જયદીપભાઇ શાંતિભાઇ જોબનપુત્રાને સેન્ટ્રો કારમાં બેસાડી મરનાર કેતનભાઇ પોતાનું મોટરસાયકલ લઇ મોરઝરથી પરત આવતા હોય ત્યારે તેની માથે માહી ડેરીએથી ગાડી ચડાવી વનવગડો હોટલ સુધી ઢસડી કેતનભાઇનું ખુન કર્યુ હતું. આ બનાવ અંગે કેતનભાઇનાં ભાઇ જગદીશભાઇ કાંતિભાઇ કાકડીયાએ પ્રવિણ અને ઘનશ્યામ સામે પુર્વ આયોજીત કાવતરૂ ઘડી હત્યા કર્યાનો ગુનો નોંધાવ્યો હતો.આ કેસમાં બનાવ ઉપરનાં પુરાવાઓ, એફએસએલનો રિપોર્ટ તથા બનાવને નજરે જોનાર આઇ વીટનેસની જુબાની તથા મૈત્રી કરારની નકલ અને બનાવનાં સ્થળે ટાયર માર્ક તથા સીસીટીવી ફુટેજો સહિતનાં પુરાવાઓ સાથે સરકાર તરફે એડીશ્નલ જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ દલીલો કરી તેમણે ફાંસીની સજા ફરમાવવા માટે અપીલ કરી હતી. કારણ કે, મરનાર કેતનભાઇનું નિર્દય રીતે ખુન કરવામાં આવ્યું હતું તે પુરવાર થયું છે. અને આ ગંભીર પ્રકારનો ગુનો છે તથા અંગત અદાવત રાખી આ ગુનો કર્યો હોય તમામ સંજોગો ધ્યાને લઇ આરોપીઓ દયાને પાત્ર ન હોવાનું જણાવી સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા માંગણી કરી હતી.ધારીનાં ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.એન.શેખએ પ્રવર્તમાન સંજોગોમાં આરોપીઓ જેવા વ્યક્તિઓ પોતાનો હેતુ સીધ્ધ કરવા કાયદાને હાથમાં લઇ કોઇ પણ ગુનો કરવા અચકાતા નથી. જો આરોપીઓને કાયદામાં નક્કી કર્યા મુજબની સજા કરવામાં ન આવે તો આવા ગુનાઓનું પ્રમાણ સમાજમાં વધતુ રહેશે અને ભારતનાં બંધારણમાં કરવામાં આવેલી કાયદાનાં સાશનની પરિકલ્પનાં સાકાર થઇ શકશે નહીં જેથી આરોપીઓ પ્રવિણ ગોબરભાઇ રાઠોડ ઉ.વ.45 રે.દાનેવ સોસાયટી દાનેવનગર અને ઘનશ્યામ વિરજીભાઇ સોલંકી ઉ.વ.24 ને ખુન અને હત્યાનું કાવતરૂ ઘડવાનાં ગુનામાં દોષીત ઠેરવી બંનેને અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન સખત કેદની સજા તથા દરેકને રૂા.2 લાખ પુરાનો દંડ અને દંડ ન ભરે તો વધ્ાુ બે વર્ષની સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો હતો. તથા આરોપીઓએ દંડની રકમ જમા કરાવે તેમાંથી રૂા.સાડા ત્રણ લાખ મરનાર કેતનભાઇ પિતાનાં નામે વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો.

Latest articles

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

અમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

અમરેલી, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ...

Latest News

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...