જુનાગઢ,
વિસાવદરનાં પીઆઇ આર.એસ.પટેલ, એએસઆઇ એ.એસ.ચોવટ તથા પોલીસ સ્ટાફે આધારભુત બાતમીનાં આધારે ગુજસીટોક તેમજ ખુન, ખુનની કોશીષ તેમજ અન્ય શરીર સબંધી ગુનાઓનો આરોપી નાસીર રહીમભાઇ મેતર રે.વિસાવદર પોતાનાં માણસો સાથે મળી ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે તેમના કબ્જા ભોગવટાનાં મકાનમાં રેઇડ દરમિયાન ઇંગ્લીશ દારૂ તથા બિયર મળી 514 નંગર મળી રૂા.62,345ના મુદ્દામાલ સાથે નાસીર રહીમ મેતર, અમીત ઉર્ફે ભુરો યુનુસભાઇ સમા, વિરેન ઉર્ફે વિકી પ્રવિણભાઇ વિંઝુડા, રામકુ જગુભાઇ કાળીયા, નાઝીમ રહીમભાઇ મૈતર તેમજ એઝાજને પોલીસે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.