રાજુલા,
અમરેલી જિલ્લામાં જાફરાબાદ શહેરમાં સાંજના સમયે લાઈટ હાઉસ વિસ્તારમાં ઝાંઝરૂ જવા માટે જીગરભાઈ માલાભાઈ બારૈયા ઉ.26 બાવળની કાટ વિસ્તારમાં જતા સિંહ અચાનક ભેટો થતા હુમલો કર્યો હતો માથાના ભાગે ઇજાઓ થતા રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આઘટનાજાણજાફરાબાદરેન્જઆર.એફ.ઓ.જી.એલ.વાઘેલા,રાજુલા આફ.એફ.ઓ.યોગરાજ સિંહ રાઠોડ સહિત અધિકારીઓ હોસ્પિટલમાં પોહચીયા યુવકને સારવાર મળે તેના માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા અને બનાવ સ્થળે એક ટીમ ઘટના સ્થળે પોહચી સિંહનું સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું સિંહ હુમલો કર્યા બાદ ક્યાં વિસ્તારમાં છે તેનું લોકેશન લેવા માટેની કવાયત હાથ ધરી છે. શેત્રુંજી ડીવીઝન ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલાએ કહ્યું અમારી ટીમ બનાવની જાણ થતાં તાત્કાલિક પોહચી ગઈ છે ઝાંઝરૂ જવા યુવાન બાવળની કાટમાં ગયા હતા તેના કારણે બનાવ બન્યો છે અમારી ટીમ બનાવ સ્થળે પોહચી તપાસ કરી રહી છે.