અમરેલી,
નાગનાથ બ્રાંચના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા જનારને છેતરી તેનું કાર્ડ પડાવી તેમાંથી નાણા ઉપાડનારને ત્રણ આરોપી સોનુ ઉર્ફે સુનીલ આત્મારામ બીડુ (રાજપુત સાંસી) ઉ.વ.33 ધંધો પશુપાલન/ખેત મજુરી રહે, વોર્ડ નં.13, રેલ્વે સ્ટેશન પાસે, લાઇન પાર,જુલાના ગામ,તા.જુલાના જી.જીન્દ રાજ્ય:-હરીયાણા પીન નં.126101 , જોની ઉર્ફે મનુ આત્મારામ બીડુ (રાજપુત સાંસી) ઉ.વ.22 ધંધો પશુપાલન ખેત મજુરી રહે, વોર્ડ નં.13, રેલ્વે સ્ટેશન પાસે, લાઇન પાર,જુલાના ગામ,તા.જુલાના રાજ્ય:-હરીયાણા પીન નં.126101, અજય બલરાજભાઇ ખટક (ધાણક) ઉ.વ.25 ધંધો ખેત મજુરી રહે, થુરાના ગામ,સ્મશાન ઘાટ પાસે તા.હાંસી જી.હિસાર રાજ્ય:- હરીયાણા પીન નં.125033ને સિટી પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ નેત્રમએ તપાસ કરી કારમાં ભાગેલા આ ત્રણેયને નાકાબંધી કરી બરવાળા પોલીસની મદદથી પકડી પાડયા હતાં. આ કામગીરીમાં સિટી પીઆઇ કે.એલ.ખટાણા, એએસઆઇ નિલેષભાઇ લંગાળીયા, અતુલભાઇ માટીયા, રવિરાજભાઇ ખુમાણ, અશોકસિંહ મોરી, ચિરાગભાઇ મેવાડા અને કમાન્ડ કંટ્રોલ નેત્રમ દ્વારા કરવામાં આવેલ.