રાજુલા,
ભાવનગર સોમનાથ હાઇવે ના રાજુલા થી શારનાળા એટલે ચારનાળાથી થોડોક વળાંક જાફરાબાદ તરફ જાય છે જેથી આ વાંક ન દેખાતા રાત્રિના વાહનો પલટીઓ મારી જાય છેથોડા બે દિવસ પહેલા ટેમ્પો પલટી મારતા નાની મોટી ઈઝાથઈ હતી અને તમામને રાજુલા હોસ્પિટલમાં લાવ્યા હતાગઈ રાત્રિના એક મોટું ટેલર બંધ બોડીનું ટન જતા પલટી મારી જતા કોઈ ઈજા થઈ ન હતી પરંતુ એવી રીતે પડ્યું હતું કે બાજુમાંથી વાહનો માંડ માંડ નીકળતા 80 ફૂટમાં રોડમાં મોટો ભાગ નો રોડ આ ટેલરે મૂકી દીધો હતો આમ આ મોટું ટેલર પડ્યું હતું આમ કોઈ પણ વાહન સામેથી ન આવતું હોવા છતાં ટન ઓચિંતાનો અહીં ઘણા વાહનો પલટી મારે છે પરંતુ ઈશ્વરની કૃપાથી કોઈ જાનહાની થતી નથી ત્યારે આ વિસ્તારમાં ભયજનક વળાંક નિશાનીઓ રેડિયમ થી લગાવવી જોઈએ જેથી ટન મારતા કોઈ વાહન પલટી કે અકસ્માત ન થાય તેવી વાહન ચાલકોની માંગણી છે