રાજુલા,
જાફરાબાદ દરિયામાં જાફરાબાદની ખારવા સમાજની ધનપ્રસાદ બોટ ફિશિંગ ધંધા માટે મશીન મારી પકડવા દરિયામાં ગઈ હતી જેમાં ખલાસી તરીકે હરેશભાઈ લીંબાભાઇ બારીયા ગયા હતા પરંતુઅચાનક હરેશભાઈ ના મોઢામાં ફીણા આવી જતા અને પરસેવો રેપજેટ થતાં અને બોટમાં પડી જતા અન્ય ખલાસીઓ હવે શું કરવું? મધદરિયેમુશ્કેલીમાં મુકાતા તાત્કાલિક યાદ આવતા દરિયામાંથી જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ જાણ કરતા કનૈયાલાલ સોલંકી તાત્કાલિક પીપાવાવ કોચગાર્ડ ના અધિકારીને જાણ કરતા દરિયાઈ પેટ્રોલિંગ કરતી મરીન કોસ્ટ ગાર્ડ ની બોટ નંબરપી 419 તાત્કાલિક દરિયામાં કોસ્ટ ગાર્ડ અધિકારીએ ટીમ રવાના કરી 37 માઈસ દૂર ધનપ્રસાદ બોટને ગોતી તેમાંથી ખલાસી હરેશ લીંબાભાઇ બારીયા ને તરત જ બોટમાં લાવી પીપાવાવ જેટી એ લાવી એમ્બ્યુલન્સ બોલાવી રવાના કરતા રાજુલા હોસ્પિટલમાં સારવાર ફેલાવ્યા હતા. આમ મરીન કોસ્ટ અવારનવાર આવા દરિયામાં બનાવો બને છે ત્યારે તુરત જ અકસ્માત કે કોઈ પણ બનાવો હોય તો તુરત જ પહોંચી જાય છે અને આજે આખલાસી સમયસર સારવાર મળતા ખલાસી હરેશ લીંબાભાઇ બારીયા બચી ગયા હોવાનું અને કોસગાર્ડની કામગીરીને એસોસનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી તથા ઓલ ઇન્ડિયા સમાજના અગ્રણીએ શ્રી ભગુભાઈ સોલંકી તથા રામભાઈ વગેરેએ કોચગાર્ડના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં.