Homeઅમરેલીકુંકાવાવમાં યુવતી ઉપર ગેંગરેપ : બે શખ્સોની અટકાયત

કુંકાવાવમાં યુવતી ઉપર ગેંગરેપ : બે શખ્સોની અટકાયત

Published on

spot_img

અમરેલી,
અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ ના અનિલ વિનુભાઈ દેસાઈ એ લગ્નની લાલચ આપી ને ઘર જોવાના બહાને પદિયો ઉર્ફે પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા ના રહેણાંક મકાને બોલાવી અંદર થી દરવાજો બંધ કરી એક રૂમમાં આ મહિલાને બળજબરી પૂર્વક ચાર નરાધમો એ આ મહિલા પર દુષ્કર્મ આંચરીને એક નિર્દોષ મહિલા ને પીખી નાખતા વડિયા પોલીસ માં આ ભોગ બનનાર મહિલા દ્વારા વડિયા પોલીસ સ્ટેશનના કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે ફરિયાદ કરી હતી.અમરેલી શહેરમાં રહેતી ભોગ બનનાર 21 વર્ષની યુવતી એ ફરિયાદ માં જણાવ્યા અનુસાર તેણીઅપરણીત હોય તમામે તેણી ઉપર દુષ્કર્મ આચરવાનું કાવતરૂ રચી અને આરોપી નં.3 અનીલ વિનુ દેસાઇએ તેણી સાથે લગ્ન કરવાના બહાને તેણીને કુંકાવાવમાં આરોપી નં.1 પ્રિતેશના ઘરે લઇ જઇ ગયેલ હતો જયા પ્રિતેશે તેણીને બળજબરી થી સુવડાવી અને તેના શરીરે પોતાના મોઢેથી બચકાઓ ભરી તેમજ તેણીના માથાના વાળ પકડી ગાલ પર માર મારી અને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધેલ હતો.આ દુષ્કર્મ બાદ દકુ ઉર્ફે નયન રામજી વેકરિયા અને જે લગ્ન કરવા લાવ્યો હતો તે અનીલે બળજબરી પુર્વક શરીર સંબંધ બાધેલ તથા ચોથા નંબરના આરોપી સોમા હરપાલ આલાણીએ તેણીના શરીરે અડપલા કરી અને તમામે તેણીે સાથે સામુહીક બતાત્કાર કરી બળજબરી પુર્વક નિર્વસ્ત્ર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.લગ્નની લાલચ આપીને મકાન બતાવવાના બહાને કુંકાવાવ ના ચાર શખ્સોે જેમા પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા,નયન રામજીભાઈ વેકરીયા,અનિલ વિનુભાઈ દેસાઈ,સોમા હરપાલભાઈ આલાણી એ વારાફરતી દુષ્કર્મ આંચરી આ સગીરાના શરીરે બળજબરી કરી ને બટકા ભરી વાળ ખેંચી પિંખી નાખી અમાનવીય કૃત્ય કરનારા આ ચારેય નરાધમો વિરુદ્ધ વડિયા પોલીસ દ્વારા પીડિત મહિલા ની ફરિયાદ ના આધારે બીએનએસની કલમ,61,70(1), 115(2),64(2)ન, 76,75(2),351(3), 352,3(5), તથા એસ્ટ્રોસીટી એક્ટ કલમ – 3(2)(5), 3(ુ)(1) મુજબ ગુનો નોંધી આ તપાસ ડિવાયએસપી શ્રી પી. આર. રાઠોડ ને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા બનાવના સ્થળે એફએસએલ તપાસ નો સહારો લઇ આગળની તપાસ હાથ ધરી છે તો તેમાંથી બે આરોપીઓની પોલીસે અટકાયત કરી છે જયારે અન્ય બે આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે ત્યારે ડિવાયએસપી શ્રી રાઠોડ ના માર્ગદર્શન માં વડિયા પીએસઆઇ દવે દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જાણવા મળતી અને લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આ દુષ્કર્મ કેસ રાત્રી સમયે એક રહેણાંક મકાન માં કુંકાવાવ ગામ મધ્યે બનેલો હતો.

Latest articles

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

અમરેલી સ્પેશ્યિલ પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને 14 વર્ષની સખ્ત કેદ : 30 હજારનો દંડ

અમરેલી, લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે 2023માં સુરેશભાઇ અરજણભાઇ જાસોલીયાનો ભાણેજ મુકેશ નરેશભાઇ ગોહિલ જોવા ન...

Latest News

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...