સાવરકુંડલા,
સરકારશ્રીની વિવિધ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાલા હંમેશા અગ્રેસર આવ્યા છે ને થોડા દિવસ પહેલા પોતાની સત્વ અટલ ધારા કાર્યલાય ખાતે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે સ્પેશ્યલ અયોગ્ય વિભાગના સહયોગથી આયુષ્યમાન વય વંદના કાર્ડ કાઢવાનો કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં ભવ્ય સફળતા મળી હતી ત્યારે શહેર સાથે ગ્રામીણ ગામડાઓમાં વ્યોવૃધોને આ સરકારશ્રી ની યોજનાનો લાભ રહે તેવા શુભ હેતુ સાથે સાવરકુંડલા તાલુકાના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘર આંગણે આયુષ્યમાન વય વંદના કાર્ડ મળી શકે તેવું સુંદય આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીરા, જૂનાસાવર, વંડા, મોટા ઝિંઝુંડા, ગાધકડા, વીજપડી, બાઢડા અને આંબરડી ખાતે કાલે સવારે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી નું આયોજન કરવામાં આવેલ છે તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.