Homeઅમરેલીઅમરેલી પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને દસ વર્ષની કેદની સજા :...

અમરેલી પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને દસ વર્ષની કેદની સજા : રૂપિયા 32 હજારનો દંડ

Published on

spot_img

અમરેલી,

અમરાપરા મફત પ્લોટના મનોજ મનસુખભાઇ ડાભીએ ફરિયાદીની સગીર વયની દિકરીને તા.22-9-17ના રાત્રીના અઢી વાગ્યે વાલીપણામાંથી લલચાવી ફોસલાવી મનોજના પિતા મનસુખ ડાભીએ ભોગ બનનારને ભગાડવામાં મદદ કરેલ હોય આરોપી મનોજ મનસુખ ડાભી તથા ભોગ બનનાર મળી આવતાં તા.16-10-17ના અટક કરેલ તપાસ દરમિયાન આરોપીએ ભોગ બનનારની ઇચ્છાથી અવાર નવાર શરીર સબંધ બાંધ્ોલ ભોગ બનનારની 18 વર્ષની પુખ્ત ઉમર થતી ન હોવાથી આરોપીએ રાજકોટના રેખાબેન વકીલને મળી 29 હજાર રૂપિયા વકીલે લઇ ભોગ બનનારના નામનો જન્મ તારીખનો પુખ્ત બતાવવા માટેનો ડુપ્લીકેટ બનાવટી ખોટો દાખલો બનાવી અમરાપરા તલાટી મંત્રીના ખોટા સહી સિકકા કરી બનાવટી દાખલામાં ભોગ બનનારની જન્મ તા.18-4-1998 લખી રેખાબેન વકીલે અમરાપરાના તલાટી મંત્રીના ખોટા સહી સિકકા કરેલ હોય અને તે દાખલની નકલ તથા લગ્ન નોંધણી અંગેના જરૂરી ફોર્મ ભરી નોટરી વકીલ પાસે સોંગધનામુ કરી આ ભોગ બનનારના ખોટા બનાવટી દાખલાનો સાચા દાખલા તરીકે ઉપયોગ કરી આરોપીએ જુનાગઢના જિલ્લાના પાદરીયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી પાસે લગ્ન નોંધણી કરી સર્ટી મેળવેલ. ઉપરોકત ગુનામાં અમરેલી પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલશ્રી મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી બાબરા તાલુકાના અમરાપરા ગામના આરોપી મનોજ મનસુખભાઇ ડાભી ઉ.વ.22ને આઇપીસી કલમ 363, 366ના ગુનામાં 7 વર્ષની સખ્ત કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ, પોકસો એકટની કલમ 4,8 તથા 18 તથા આઇપીસી 376માં 7 વર્ષની સજા અને 10 હજાર દંડ, આઇપીસી 465, 471 મુજબ બે વર્ષની સજા 2 હજાર રૂપિયા દંડ, આઇપીસી 463 તથા 471 મુજબના ગુનામાં 10 વર્ષની સજા અને રૂા.10 હજારનો દંડ મળી કુલ રૂા. 32000નો દંડ ઠપકારેલ તથા ભોગ બનનારને રૂા. 4,00,000 વળતર પેટે ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

Latest articles

28-12-2024

ભારતીય પ્રવાસીઓના દાણા ચણીને ઉડતાશીખેલું માલદીવ મોદીને ઠેબે કેમ ચડ્યું છે?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવનાં પ્રધાન માલશા શરીફે ટીકા કરી તેના કારણે મોટો...

થર્ટી ફર્સ્ટ માટે પોલીસ દ્વારા કડક પગલા : એસપી શ્રી ખરાત

અમરેલી, અમરેલીનાં એસપીશ્રી સંજય ખરાતે અવધ ટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ...

પચપચીયા ગામે 10 વર્ષનાં બાળકને દિપડાએ ફાડી ખાતા ધારાસભ્યશ્રી હિરાભાઇ દોડી ગયાં

રાજુલા, ખાંભા મુકામે ગઈકાલે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાજો હતો જેમાં તેનું મોત થવા...

Latest News

28-12-2024

ભારતીય પ્રવાસીઓના દાણા ચણીને ઉડતાશીખેલું માલદીવ મોદીને ઠેબે કેમ ચડ્યું છે?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવનાં પ્રધાન માલશા શરીફે ટીકા કરી તેના કારણે મોટો...

થર્ટી ફર્સ્ટ માટે પોલીસ દ્વારા કડક પગલા : એસપી શ્રી ખરાત

અમરેલી, અમરેલીનાં એસપીશ્રી સંજય ખરાતે અવધ ટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ...