અમરેલી,
લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના લોકો ની સતત ચીંતા કરી લાઠી દામનગર બાબરા પંથકમાં અનેક વિકાસ ના કામોની હારમાળા સર્જી દીધી છે ત્યારે બાબરા પંથકમાં પણ આરોગ્ય લક્ષી કામગીરી ખેડૂતો ના મુદા હોય કે પછી રોડ રસ્તાઓ ના પ્રશ્નો હોય હર હમેશાં લોકો ના પ્રશ્ર્નો ને વાચા આપી લોક હીત ના કાર્યો સતત કરી રહ્યા છે ત્યારે બાબરા પંથકમાં આવેલ પાનેસડા ગામે તળાવ રીપેરીંગ માટે અંદાજિત 17.72 લાખ ની રાજ્ય સરકાર ના સીચાઇ વિભાગ માથી ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા રકમ લય આવી આ વિસ્તારના લોકો ની પાણી ની સમસ્યા હલ થાય તે માટે 17.72 લાખની ગ્રાન્ટ બંઘારા માટે મંજૂર કરાવતા આ વિસ્તારના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને લાઠી બાબરા ના યુવા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કામગીરી ને બીરદાવી રહ્યા છે.