બગસરા
અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના પ્રમુખ વિ.એ. કામળીયાની અમરેલી જિલ્લાના મિડીયા પ્રવક્તા તરીકે ચૂંટાયા હતા બગસરાના તલાટી કમમંત્રી જે.ડિ પટોળીયાની અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા બગસરા તાલુકા તલાટી કમમંત્રી મંડળમાં ખુશી વ્યાપી હતી તેમજ બને તલાટી કમ મંત્રીને બગસરા તાલુકાના તલાટી મંત્રી તેમજ મિત્રો મંડળ દ્વારા આવકારાયાં હતાં.