તારીખ3/1/24 ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે સેલિબ્રેશન મુંબઈ આયોજીત વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, આર્ટમેરીટ એવોર્ડ, બ્રોન્ઝ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા. દેસાઈ શિલ્પાબેન દ્વારા આ સ્પર્ધાનું આયોજન, વ્યવસ્થાપન થયું હતું .પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા કેન્દ્રમાંથી કુલ 220 વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમાં કલરિંગ સ્પર્ધામાં 129 વિદ્યાર્થીઓ ,હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં 28 વિદ્યાર્થીઓ, કોલાજ સ્પર્ધામાં 11 વિદ્યાર્થીઓ, કાર્ટૂન સ્પર્ધામાં 12 વિદ્યાર્થીઓ, ગ્રીટીંગ કાર્ડ સ્પર્ધામાં આઠ વિદ્યાર્થીઓ, ટેટુ મેકિંગ સ્પર્ધામાં સાત વિદ્યાર્થીઓ ,ફિંગર એન્ડ થંબ સ્પર્ધામાં 14 વિદ્યાર્થીઓ, સ્કેચિંગ સ્પર્ધામાં છ વિદ્યાર્થીઓ તથા ફોટોગ્રાફી સ્પર્ધામાં પાંચ વિદ્યાર્થીઓ એમ કુલ 220 વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સન્માન સમારોહમાં શાળાના આચાર્યશ્રી,એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી, તેમજ એસએમસી કમિટીના સભ્યો તથા મોટી ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ,સ્ટાફગણ તેમજઉપસ્થિત રહ્યા હતા ધોરણ છ નો વિદ્યાર્થી સોલંકી ભવ્યેશ અરજણભાઈએ સમગ્ર નેશનલ માં બીજા નંબરે ઉત્તીર્ણ થઈ કિંગ ટ્રોફી તેમજ સિલ્વર આર્ટ નેશનલ એવોર્ડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે જ્યારે ફોટોગ્રાફી સ્પર્ધામાં ધોરણ આઠ નો વિદ્યાર્થી મૈસુરિયા પ્રેમ પ્રકાશભાઈએ આર્ટ મેરીટ ટ્રોફી મેળવીએ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત આ કેન્દ્રમાંથી 46 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ તેમજ બ્રોન્ચ મેં મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે આ સ્પર્ધામાં ધોરણ એક થી પાંચ માંથી 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે બદલ અલ્પેશભાઈ સીતાપરા એ જહેમત ઉઠાવેલ. તેમજ ધોરણ છ થી આઠમાંથી કુલ 185 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ .જેનું માર્ગદર્શન શિલ્પાબેન દેસાઈએ આપેલ.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને દેસાઈ શિલ્પાબેન તરફથી ઇનામું આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે રંગોત્સવની વિવિધ સ્પર્ધાઓમાં બાળકોને માર્ગદર્શન, આયોજન તેમજ વ્યવસ્થાપન કરવા બદલ શિલ્પાબેન દેસાઈ તથા અલ્પેશભાઈ સીતાપરા નું આચાર્યશ્રી મહેશભાઈ તથા સ્ટાફ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય સાહેબ શ્રી નું પણ સન્માન કરવામાં આવ્યું હતું .ફેબ્રુઆરી માસમાં વિજેતા વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ લેવલે કોમ્પિટિશનમાં ભાગ લેશે .શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને સમગ્ર સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે બાળક દેશનું ભવિષ્ય છે અને તે દેશનું ભવિષ્ય વધારે ને વધારે આગળ આવે અને દેશનું નામ રોશન કરે તે તક સરકાર હંમેશા આપતી હોય છે તો સ્કૂલ સ્ટાફે પણ સારી જહેમત ઉઠાવી વિદ્યાર્થીની અંદર રહેલી કલા બહાર લાવી એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..
નેશનલ લેવલની કલરિંગ કોમ્પિટિશનમાં પે સેન્ટર શાળા નં 1 નોવિદ્યાર્થી સોલંકી ભવ્યેશ સમગ્ર નેશનલમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું
Published on