સ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- 05/01/2024 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 323 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર@ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 145 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 20 જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન ની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી અને જે દર્દીઓ ને ચશ્મા  અને દવાઓ ની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી  નેત્રકેમ્પ ના યજમાન પદે  – નરેન્દ્રભાઈ પોપટલાલ મહેતા – મહેતા બ્રધર્સ – અમદાવાદ વાળા રહ્યા હતા.