કેશોદમાં ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા

જુનાગઢ,
કેશોદ સરકારી દવાખાનામાં થયેલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડેલ છે. દવાખાના પાછળ આવેલ આરોગ્ય સ્ટોરના રૂમનો દરવાજો તોડી બે લેપટોપ અને પાણીનું કુલર તથા પંખા સહિત 55,600નો મુદામાલ ચોરી ગયેલ બે શખ્સો ભંગારના ડેલામાં વેચવા ગયેલ તેવી બાતમી આધારે પોલીસે આરોપીઓની અટક કરી મુદામાલ રીકવર કર્યો છે. આમ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ગુનો ડીટેકટ કર્યો