અમરેલી,
બાબરા તાલુકાના લુણકી ગામે રહેતા સુરજ ઉર્ફે સુરેશભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.28ના લગ્ન થયેલ ન હોય. અને પોતે છેલ્લા સાત આઠ વર્ષથી દારૂ પીવાનું કુટેવ હોય તા.19-3ના રોજ દારૂ પી ઘરે આવી પરિવારના લોકો સાથે માથાકુટ કરતા દારૂ પીધ્ોલ હાલતમાં તેમના ભાઇ દિપકભાઇને મારમારતા બાબરા પોલીસમાં જાણ કરતા પોલીસે તેના વિરૂધ્ધ દારૂ પીધ્ોલનો કેસ કરેલ બીજા દિવસે જામીન ઉપર છુટી ઘરેથી કપડા બદલાવી બહાર જવાનું કહી રૂા.500 આપવાનું કહેતા પિતા ગોવિંદભાઇએ રૂ.ા300 આપેલ અને પોતાના ભાઇ દિપકભાઇને કહેલ કે હવે મારી વાટ ન જોતા હું હવે ઘરે નહીં આવું એવું કહી નીકળી ગયેલ અને કંટાળી ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું પિતા ગોવિંદભાઇ મકવાણાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ