અમરેલી,
રાજુલામાં દીકરીના લગ્ન આવ્યા અને ખોવાઈ ગયેલા 14 લાખના ઘરેણાથી પરિવાર હેરાન પરેશાન બન્યો હતો. આખરે આ દાગીના એક વ્યક્તિને મળતા તેણે પરત આપતા પોલીસે દીકરીના બાપને ઘરેણા અર્પણ કર્યા હતાં. થોડાક જ દિવસોમાં દીકરીના લગ્ન છે ત્યારે ઘરમાં ઘરેણાં નથી તેની જાણ થતા આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો હજી પણ માનવતા જીવે છે તે મુજબ આ ઘરેણાવો જે વ્યક્તિને મળ્યા હતા તેણે પરત આપતા અનોખી ઈમાનદારી જોવા મળી હતી. રાજુલા નો આ પરિવાર રાજુભાઈ લખમણભાઇ ગોહિલ જે તત્વ પાસે રહે જે જેમનો પરિવાર આસોદર થી લગ્ન પૂરા કરી ને રાજુલા આવી રહેલ ત્યારે સાથે રહેલું સોના ના દાગીના નું પાકીટ ગુમ થયેલ જે આ પરિવાર 12 દિવસ પછી ખબર પડેલ કે દાગીના ગુમ થયા હવે શું કરવું ત્યાર બાદ સોશ્યલ મીડિયા માં મેસેજ કરેલ અને પોલીસ માં જાણ કરેલ ત્યારે આ દાગીના સિંટેક્સ કંપનીના માં સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરતા મુનિન્દર પ્રતાપસિંહ સિંગ ઉર્ફે એમ.પી.સિંગ જે સિન્ટેક્સ કંપની માં નોકરી કરે છે રાજુલા માં 10 વર્ષ થી નોકરી કરે છે ત્યારે આજે રાજુલા પોલીસસ્ટેશન માં પી.આઇ ગીડા તેમજ સ્ટાફ ની રૂબરૂ માં આ દાગીના જેના હતા પરત કરવામાં આવ્યા અને આ દાગીના ની કીમત રૂપિયા 14,.લાખ હોવાનું રાજુભાઈ ગોહિલે એ જણાવ્યું હતું. આ તકે પીઆઇ ઇન્દુબા ગીડા જયેન્દ્રસિંહ બસીયા હરપાલસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો
રાજુલામાં દિકરીનાં લગ્ન આવ્યાં અને ખોવાઇ ગયેલા 14 લાખનાં ઘરેણા પોલીસે પરત અપાવ્યાં
Published on