Homeઅમરેલીઅમરેલી જિલ્લામાં હિટવેવની શકયતા : 41 ડિગ્રી

અમરેલી જિલ્લામાં હિટવેવની શકયતા : 41 ડિગ્રી

Published on

spot_img

અમરેલી,
દર વર્ષે ઉનાળામાં સમગ્ર રાજયમાં નલીયા પછી બીજો ક્રમ રહેતો પણ આ વખતે સમગ્ર રાજયમાં અમરેલીએ 41 ડિગ્રી સાથે જોર પકડયુ છે. ગરમીમાં થઇ રહેલા સતત વધારાને કારણે અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ પણ જણાવ્યું છે કે જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધ્ાુ રહેવા શકયતા છે. આ સંજોગોમાં લુ લાગવાની પણ શકયતાઓ છે. વધ્ાુ પડતી ગરમીને કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત બિમાર દર્દીઓ, શ્રમિકો અને ખેત મજુરોમાં બનવા પામે છે. તેથી તકેદારી રાખવા અને જરૂરી પગલા લેવા પણ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.એમ. જોષીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો સડસડાટ ચડી જતાં 40 ડિગ્રીને પાર કરી જતાં દિવસભર અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ આપો આપ સુમસામ જોવા મળી રહ્યા છે. જેના કારણે બજારો બપોરના 2 થી સાંજના પ સુધી સુમસામ ભાસી રહી છે. વધ્ાુ ગરમીના કારણે રાત્રીના 11 થી 12 વાગ્યા સુધી વાતાવરણ ઠંડુ જોવા મળતુ નથી અને પવન પણ લુ સાથે ગરમ ફુંકાઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ 40 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની સંભાવના છે. અને પાંચ દિવસ બાદ હિટવેવની શકયતા ઓછા પ્રમાણમાં છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. ઉતર ગુજરાતના કેટલાક જિઉામાં વોર્મ નાઇટસ રહેવાની સંભાવના છે. એટલે રાત્રી દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક વધારો થવાથી ગરમી વધ્ાુ પ્રમાણ અહેસાસ થશે. અમરેલી શહેરમાં આજના તાપમાનમાં મહતમ તાપમાન 40.8, લઘુતમ 24.8, ભેજ 60 ટકા અને પવનની ગતિ 8.2 કિમી પ્રતિ કલાકની રહી

Latest articles

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

કુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

અમરેલી, આજરોજ સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણ ને છ્ૈં ની લેખીત પરીક્ષા પાસ...

Latest News

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...