Homeઅમરેલીખાંભામાં દિકરી જેવડી કન્યાને ભગાડી જનારને 25 વર્ષની સખત કેદ

ખાંભામાં દિકરી જેવડી કન્યાને ભગાડી જનારને 25 વર્ષની સખત કેદ

Published on

spot_img

અમરેલી,
ખાંભાના તાલડા ગામે સાડા સતર વર્ષની સગીરાને ભગાડી જનાર 42 વર્ષનાં ઢાંઢાને કોર્ટે 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તા.10-10-2017 માં બનેલા આ બનાવમાં કોર્ટે મહતમ સજા ફટકારી અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત એવી છે કે, સરકાર દ્વારા એડીશ્નલ પબ્લીક પ્રોસીક્યુટર શ્રી વિકાસ વડેરાએ દલીલ કરી હતી કે, ભોગ બનનારનું અપહરણ કરી તેને ગર્ભવતી બનાવેલ છે અને સમાજમાં 18 વર્ષથી નાની કુમળી દિકરીઓ ઉપર આવા ગુનાઓ વધતા જાય છે. આ ગંભીર પ્રકારનો ગુનો છે. અને તમામ સંજોગોને ધ્યાને લઇ આરોપી કોઇ દયાને પાત્ર રહેતા ન હોય સમાજમાં દાખલો બેસે તેવી કાયદામાં દર્શાવેલી મહત્તમ સજા કરવાની માંગણી કરતા ધારીનાં સ્પેશ્યલ પોક્સો જજ અને બીજા એડીશ્નલ જજ શ્રી એમ.એન.શેખ એ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ભોગ બનનાર 17 વર્ષ અને 6 માસની વયના હતા અને આરોપી 42 વર્ષનાં હતાં. તેમની વચ્ચેનો વય તફાવત જોતા આ પ્રેમ સબંધ નહીં પણ વાસના અને હવસનો સબંધ કહી શકાય. આરોપીએ કન્યાને ભોળવીને શોષણ કરેલ છે તેમ કહી શકાય અને લવ મેરેજ કરેલાનો બચાવ કર્યો છે પણ તેનો પુરાવો રજુ કર્યો નથી. સગીર કન્યાને ભોળવી પત્નિ તરીકે રાખી સતત શારિરીક શોષણ કરેલ છે…તેણીને કાયદેસર પત્નિનો દરજ્જો ન આપી શારીરીક શોષણ કરી ગર્ભવતી બનાવી છે અને સગીર કન્યાએ પીડા સહન કરી સમાજમાં બદનામી વેઠવી પડેલ છે. કોર્ટે આરોપી પરશોતમ ભગવાન સરવૈયા (કુંભાર ઉ.વ.42 ધંધો ડ્રાઇવીંગ, રે.તાલડા, તા.ખાંભા)ને આઇપીસે 363, 366 માં નિર્દોશ જાહેર કરેલ અને પોક્સો એક્ટની કલમ 6 અન્વયે આરોપીને 25 વર્ષની સખત કેદની જેલ તથા 5 લાખનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો વધ્ાુ બે વર્ષની કેદ તથા પોક્સો એક્ટની કલમ 4 માં 10 વર્ષની કેદ 50 હજાર દંડ કરી ભોગ બનનારને 5 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર સગીરા તેમની મરજીથી આરોપી પરશોતમ સાથે ભાગી હોવાનું તેણીએ જે તે સમયે પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું પરંતુ તેણીની ઉમર સગીર હોય જેથી કોર્ટે અપહરણનાં ગુનામાં આરોપીને છોડ્યો હતો પણ પોક્સો એક્ટમાં દાખલારૂપ સજા ફટકારી

Latest articles

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાય : શ્રી અજય દહિયા

અમરેલી, સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત...

Latest News