વડીયાનાં દેવળકી ગામે 5 વીઘાનાં ઘઉં સળગી ગયાં

વડિયા,
વડીયાનાં દેવળકીમાં વિજપોલનો તીખારો ઉડતા આગ લાગવાથી ખેડુતનાં 5 વીઘાના ઘઉં બળીને ખાક થઇ ગયા હતાં અને ખેડુતને સીઝન ટાણે નુક્શાની વેઠવી પડી છે. દેવળકીમાં રહેતા મોહનભાઇ વલ્લભભાઇ બોરડે આ વખતે પોતાના ખેતરમાં પાંચ વીઘામાં ઘઉં વાવ્યા હતાં પરંતુ અચાનક ખેતરમાં રહેલા વિજળીનાં પોલમાંથી તીખારા ઉડતા ઘઉં ઉપર પડ્યા હતા અને ઘઉં સુકાયેલા હોવાથી સળગી ગયા હતાં.
બનાવની જાણ થતા આજુબાજુનાં ખેતરોમાંથી ખેડુતો ઉમટી પડ્યાં હતાં અને આગ બુજાવવા જરૂરી પ્રયાસો કર્યા હતાં.