અમરેલી જીલ્લામાં એક વાહનચાલક સહિત 13 શખ્સો નશો કરેલ હાલતમાં ઝડપાઇ ગયા

અમરેલી,
અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ અંતર્ગત જીલ્લા કલેકટર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાં અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે જીલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા સ્થળોએથી એક વાહન ચાલક સહિત 13 શખ્સોને નશો કરી જાહેરમાં ફરતા ઝડપી પાડયા હતા.જેમાં બાબરા, લીલીયા, અમરેલી શહેર, રાજુલા, જાફરાબાદ , ધારી, નાગેશ્રી,ચલાલા પોલિસે કાર્યવાહી હાથ ધરી નશાખોરોને ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જયારે જીલ્લામાં જુદા જુદા 22 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી મુદામાલ સાથે બે મહિલાઓ સહિત 17 ને ઝડપી પાડયા હતા.જેમાં ડુંગર, વડિયા, લીલીયા, લાઠી, ખાંભા, વંડા, નાગેશ્રી, જાફરાબાદ મરીન, ધારી, મરીન પીપાવાવ, સાવરકુંડલા રૂરલ, જાફરાબાદ સાવરકુંડલા, રાજુલા, અમરેલી શહેર અને બાબરા પોલિસે દેશી દારૂના દરોડાઓ પાડી કાર્યવાહી હાથ ધરી