અમરેલી,
અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા આધારકાર્ડની કામગીરી જે તે એજન્સીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. સરકારે એજન્સી નિમી દીધી હોવાથી કર્મચારીઓનો સંચાલન જે તે એજન્સી કરે છે પરંતુ કર્મચારીઓને પગાર સહિતના પ્રશ્ર્ને ઉકેલ ન આવતા રોષિત બનેલા કર્મચારીઓએ એક સંગઠીત બની જિલ્લાભરમાં તમામ ઓપરેટરો આજે હડતાલ ઉપર ઉતરી જતાં આધારકાર્ડની કામગીરી ચૂંટણી ટાણે જ ઠપ્પ થઇ ગઇ છે. આજે અમરેલીમાં જિલ્લામથકોએ આવી કોમ્પ્યુટર ઓપરેટરોએ રજુઆત સાથે પોતાનો રોષ વ્યકત કર્યો