સાવરકુંડલાનાં લુવારા પાસે કાંચીડો અને કોબ્રાને મારનાર બે ને પકડતુ વનવિભાગ

સાવરકુંડલા,
સાવરકુંડલાના લુવારા રેવન્યુ વિસ્તારમાં ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અઘિનિયમ-1972ના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા) ને પકડી મોબાઇલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ઘ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે પકડી લાકડી વડે મારી મૃત્યુ નીપજાવેલ આરોપી મળી આવેલ.આ ગુનામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ 1972 અન્વયે સજાની જોગવાઇ છે. આ ગુન્હાની આગળની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાવરકુંડલા અને તાલુકા વાઈલ્ડલાઈફ વોર્ડન પ્રતાપ.એન.ચાંદુ ચલાવી રહયા