મહુવા શહેરમાં સ્પાના આડમાં કુંટણખાનું ચલાવતા શખ્સોને પકડી પાડતી પોલીસ

અમરેલી,
મહુવા મેઘદુત સિનેમાંથી કાગબાપુ ચોક તરફ જતા રોડ પર આવેલ નોમીની બજાર કોમ્પલેક્ષમાં જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે. ભાવનગર તથા વિપુલભાઇ રમણીકલાલ મહેતા રહે. મહુવા, જી.ભાવનગરવાળા પટાયા ફેમીલી સ્પા નામનું સેન્ટર માં સ્પાની આડમાં પોતાના આર્થીક લાભ સારૂ બહારથી ભાડુઆત સ્ત્રીઓ ને લાવી, તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરૂષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પુરી પાડી દેહવ્યાપાર (વેશ્યાવ્રુતી)ની પ્રવુતિનો ધંધો કરી કટણખાનું ચલાવે છે. જે હકીકતને આધારે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા. પટાયા ફેમીલી સ્પા સેન્ટર પર થાયલેન્ડની બે યુવતીઓ તથા આરોપી (1) ઇમરાનભાઇ સલીમભાઇ સોરઠીયા ઉ.વ.30 ધંધો પ્રા.નોકરી રહે.પીરવાડી, વરતેજ વાળા તથા (2) વિપુલભાઇ રમણીકલાલ મહેતા ઉ.વ.44 ધંધો વેપાર રહે.ધાવડી ચોક, બ્લુ ડાયમંડ હોટલની સામે, મહુવા, જી.ભાવનગર વાળા રેઇડ દરમ્યાન હાજર મળી આવી. તથા (3) જાહીદભાઇ ઉસ્માનભાઇ સૈયદ રહે.ચીદ્દી નાદ કુવા પાસે, દેવજી ભગતના ધરમશાળા પાસે, ભાવનગર સ્થળ પર હાજર નહિ મળી આવી ગુન્હો કરતા, મહુવા ટાઉન પો.સ્ટે.માં ધી ઇમોરલ ટ્રાફીક એક્ટ મુજબ ગુન્હો રજી. કરી આગળની તપાસ મહુવા પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.એ.ઝાલા નાઓએ ચલાવી રહેલ છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરી પુછપરછ કરી વધુ તપાસ જારી છે.